loader

Breaking News


Home > Sports > વિકેટની પાછળ ધોનીના ગ્લવ્ઝનો જાદુઃ સ્ટમ્પિંગ રેકોર્ડ


Foto

વિકેટની પાછળ ધોનીના ગ્લવ્ઝનો જાદુઃ સ્ટમ્પિંગ રેકોર્ડ

Sept. 7, 2017, 5:12 p.m.
      Whatsapp   

શ્રીલંકા સામે કોલંબો ખાતે એકમાત્ર ટી-20 મેચમાં ભારતે જીત મેળવી હતી.. આ મેચમાં ધોનીએ વિકેટની પાછળ એક રેકોર્ડ તોડ્યો છે. રેકોર્ડની વાત થાય અને ધોની યાદ ન આવે તે હવે અશક્ય બની ગયુ છે. શ્રીલંકા સામેની એકમાત્ર ટી-20 મેચમાં ધોનીએ વિદેશી ધરતી પર સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

શ્રીલંકા વિરૂદ્ધ એકમાત્ર ટી-20 મેચમાં ફરી એક વખત વિકેટ કીપર એમએસ ધોનીના ગ્લવ્ઝનો જાદુ જોવા મળ્યો હતો. ધોનીએ આ વખતે બેટથી નહી પરંતુ પોતાના ગ્લવ્ઝથી રેકોર્ડ તોડવાના શરૂ કર્યા છે. ધોનીએ યુજવેન્દ્ર ચહલની બોલ પર શ્રીલંકાના એન્જેલો મેથ્યૂઝને એટલી ઝડપથી સ્ટમ્પ આઉટ કર્યો કે તમામ જોતા રહી ગયા હતા. ધોનીની ચાલાકીની મદદથી મેથ્યૂઝ 7 રન બનાવી આઉટ થયો હતો. સ્ટમ્પની પાછળ આજે વિશ્વમાં ધોની જેવો વિકેટકીપર કોઇ નથી. શ્રીલંકા સામેની એકમાત્ર ટી-20 મેચમાં ધોનીએ વિદેશી ધરતી પર સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

કોલંબો ખાતે રમાયેલી એક માત્ર ટી-20 મેચમાં ધોનીએ મેથ્યૂઝને સ્ટમ્પ આઉટ કર્યો હતો. ધોનીએ એન્જેલો મેથ્યૂઝને વિદેશમાં પોતાનો 476મો શીકાર બનાવ્યો હતો અને વિદેશી ધરતી પર ધોની વિકેટ કીપર તરીકે સૌથી વધુ શિકાર કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. આ સાથે તેને દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચરના રેકોર્ડ 475ને પાછળ છોડ્યો હતો.