loader

Breaking News


Home > Gujarat > શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં? : પરેશ ધાનાણી


Foto

શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં? : પરેશ ધાનાણી

May 21, 2019, 4:35 p.m.
      Whatsapp   

એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા બાદ વિવધ નેતાઓ દ્વારા તેના પર પ્રતિક્રિયા આવી રહીછે.  એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે દેશમાં ફરીથી NDA સરકાર બનાવી રહી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલના અંદાજ પર ટ્વિટ કરતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટને લઈને વિવાદ થયો છે. બીજેપીએ આ મુદ્દે ધાનાણી માફી માંગે તેવી માંગણી કરી છે. ટ્વિટમાં પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા સવાલ પૂછ્યો છે કે શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં? પરેશ ધાનાણીના ટ્વિટને કારણે થયેલા વિવાદ અંગે કોંગ્રેસે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ટ્વિટનો મતલબ લોકોને મુર્ખ ગણવાનો નહીં પરંતુ લોકોને મુર્ખ બનાવવામાં આવ્યા છે એવો છે.

"આંધળુકિયો દાવો" હેડિંગ સાથે ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "શું સમસ્યાઓને કોરાણે મૂકીને મૂર્ખાઓએ જ "મોદીજી"ને મત આપ્યા હશે કે પછી "દંભી રાષ્ટ્રવાદ"ના ઝેરી વલણમાં દેશની ભોળી પ્રજા દોરવાઈ ગઈ હશે? નહીંતર પછી, "સટ્ટા બજાર"ના શરૂઆતી વલણોને સરભર કરવાના સરકારી કાવતરાંનો શું હજુયે સામાન્ય માણસ ભોગ બનશે?