loader

Breaking News


Home > Sports > દિનેશ કાર્તિકે કઈ મોટી ધાડ નથી મેં ફટકારેલી “સિકસર” જ શ્રેષ્ઠ:મિયાદાદ


Foto

દિનેશ કાર્તિકે કઈ મોટી ધાડ નથી મેં ફટકારેલી “સિકસર” જ શ્રેષ્ઠ:મિયાદાદ

March 23, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર,કરાંચી:દિનેશ કાર્તિકે બાંગ્લાદેશ સામે છેલ્લા બોલે ફટકારેલી સિક્સ પછી વિશ્વમાં ચારેતરફ પ્રશંસા મળી રહીં છે.આ વિજય સિકસર પછી કાર્તિકને મળી રહેલા અભિનંદનને પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બેસ્ટમેન મિયાદાદને પસંદ નથી તેવું તેમનાં તાજેતરનાં નિવેદન ઉપરથી લાગી રહ્યું છે.મિયાદાદે કાર્તિકને અભિનંદન આપવાની જગ્યાએ તેનાં આત્મવિશ્વાસને ફટકો પડે તેવું નિવેદન કરીને ફફડાટ મચાવ્યો છે.મિયાદાદે એમ કહ્યું કે મેં મારેલો છગ્ગો વધારે શ્રેષ્ઠ હતો,મેં જયારે ભારત સામે છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો ત્યારે કોઈ પણ બેસ્ટમેન આવો છગ્ગો ફટકારવાનો વિચાર જ નહોતું કરી શકતું.૫૦ ઓવરની મેચમાં ભારત સામેના મુકાબલામાં મેં જેવી રીતે છગ્ગો ફટકારેલો તેને જ વિશ્વ ક્રિકેટ યાદ કરેછે.મિયાદાદે કહ્યું કે તેનો છગ્ગો જોઇને પછીથી આ રીતે ક્રિકેટરોમાં શૌર્ય વ્યક્ત કરતા અભિગમ કેળવાયો.

હવે તો ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કિકેટ અને દરેક દેશોની લીગ મેચો વચ્ચે રમાય છે.તેથી આવી પરીસ્થિતિ ઘણીવાર સર્જાતી હોઈ બેસ્ટમેન કે બોલર એ હદે દબાણ અનુભવતાં નથી.બેસ્ટમેન સ્ટ્રોક પ્લેની આવી આક્રમકતાની તક મેળવે જ છે.મારા પછી ઘણાં બેસ્ટમેનોએ આવો વિજયી છગ્ગો ફટકાર્યો છે એમાં દિનેશ કાર્તિકે કોઈ મોટી ધાડ નથી મારી દીધી તેમ તેનો સુર હતો.

મિયાદાદની વાત કદાચ સાચી પણ હોઈ શકે તો પણ તેણે આવી નકારત્મક અને વિવેકહીન કોમેન્ટ ન કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યાં છે.