loader

Breaking News


Home > Gujarat > દેવામાં ડૂબેલા ગુજરાતી ફિલ્મનાં ડાયરેક્ટરે કરી આત્મહત્યા


Foto

દેવામાં ડૂબેલા ગુજરાતી ફિલ્મનાં ડાયરેક્ટરે કરી આત્મહત્યા

July 27, 2018, 11:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : ગુજરાતમાં ગરીબ ખેડૂતો પછી વ્યાજખોરનાં ત્રાસથી વડોદરામાં એક આશાસ્પદ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો ભોગ લેવાયો છે. વડોદરા શહેરમાં ગુજરાતી ફિલ્મ સ્માઈલ કિલરનાં ડિરેક્ટરે ગળે ફાંસો લગાવીને આપઘાત કરતાં ભારે ચકચાર મચી ગઇ છે.ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ બનાવને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાતી ફિલ્મનાં ડિરેક્ટર હિતેશ પરમારે વ્યાજખોરનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું હોવાની વિગતો સામે આવતાં વ્યાજખોરોનાં વિષચક્રનો મામલો હવે વધુ ચગ્યો છે. વ્યાજખોરનાં ત્રાસથી આપઘાત કર્યો હોવાની ચિઠ્ઠી મળી આવતાં પોલીસે તેના આધારે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક ફિલ્મ ડિરેકટર હિતેશ પરમારનાં ત્યાંથી જપ્ત કરેલી સ્યુસાઇડ નોટમાં સ્થાનિક વ્યાજખોર ઉસ્માન પટેલ વ્યાજની ત્રાસજનક ઉઘરાણી કરતાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો. સ્યુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ છે કે, ફરીથી જન્મ મળશે તો ઉસ્માનભાઈ તમને નહીં છોડું તેમ લખાયું હતું. આ સમગ્ર મામલે વરણામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે અહીં અનેક પ્રકારનાં સવાલો ઉભા થાય છે. આ ઘટના બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્‌સ્ટ્રીઝ અને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા વર્તુળોમાં એવા પ્રશ્નો પણ ઉભા થાય છે કે આખરે જીવલેણ વ્યાજખોરો સામે ક્યારે લગામ આવશે ?