loader

Breaking News


Home > Gujarat > ગંદા હૈ પર ધંધા હૈ, પાટનગરમાં લલનાઓનો પગ પેસારો


Foto

ગંદા હૈ પર ધંધા હૈ, પાટનગરમાં લલનાઓનો પગ પેસારો

Aug. 21, 2018, 3:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં આજથી ૨ દાયકા પહેલાં માંડ દોઢ લાખની વસ્તી સામે આજે ૧૦ લાખ અને પાટનગરના પણ બે ભાગ પડી ગયા હોય તેમ ઓલ્ડ ગાંધીનગર અને ન્યુ ગાંધીનગર તરીકેના બે ભાગ પડી ગયા છે. ત્યારે અગાઉ પણ માનવમીત્રમાં પાટનગરમાં હુક્કાબારમાં યુવાધન બરબાદીના પંથે જેનો પડઘો એવો પડ્યો કે અગાઉ જે હુક્કાબાર સામીયાણા ઉપર રેડ પડી હતી તેજ ફરી રેડ પડતાં ૨૭ જેટલા યુગલો હુક્કાબરમાં નશો કરતાં પકડાયા છે. ત્યારે આ બદી એટલી ફુલી ફાલી છે કે હવે એજ્યુકેશન હબ ગણાતા અને મોટી કોલેજો જ્યાં આવેલી છે ત્યાં દલાલોએ પણ તડાકો કર્યો છે.

અમદાવાદથી લઈને મોટા ભાગના સપ્લાયરોએ પાટનગરને હબ બનેલી કોલેજાના નવયુવાનોને નિશાના પર લીધા હોય તેમ આ ધંધામાં વ્યસનકારોની માંગ પણ વધવા પામી છે. સૌથી વધારે આ દૂષણ હવે ન્યુ ગાંધીનગર એવા ટીસીએસ, રીલાયન્સ ચોકડી, ખાણીપીણી બજારની ભૂકડ ગલી, પીડીપીયુ જેવી કોલેજા પાસે દલાલોએ આંટાફેરા વધારી દીધા છે. ત્યારે હમણાં જ નવા વરાયેલા એસ.પી. મયુર ચાવડા, તથા લેન્જ આઈજીએ આ બાબતે ગંભીરતા લઈને દંડો કાયદાનો પછાડીને તમામ કડક પગલાં લેવા આદેશો કર્યા બાદ હમણાં જ એસ.ઓ.જી. દ્વારા પેટ્રોલીંગ હાથ ધરતાં કોલવડા ખાતેથી ગાંજા મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે શેરથા ટોલનાકા નજીક ૨૮ કિલો ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીને ઝબ્બે કર્યા છે.

પાટનગરમાં બેરોક્ટોક આ પ્રવૃત્તિઓ એટલી ફુલીફાલી છે કે આવનારા સમયમાં યુવાધન આનું બંધાણી બની ન જાય તો સારું, હુક્કાબાર પછી નવી રપલલનાઓએ પણ પાટનગર ગાંધીનગરમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે વેસ્ટર્ન કલ્ચર મુજબ જીવવા માંગતી આજની યુવા પેઢી ને પણ રૂપલલનાઓનું ઘેલું લાગ્યું હોય તેમ ૧૦ હજારથી લઈને ૧૩ હજાર સુધી છોકરીઓનું સપ્લાય કરનારા દલાલો વધી ગયા છે. દલાલોની મોડસ ઓપરેન્ડી પણ એટલી ચબરાક છે કે પોલીસને આ રેકેટ પકડવું હોય કે પછી આ લલનાઓને પકડવી મુશ્કેલ પણ એટલી જ છે હા, પણ જે લોહીનો વેપાર કરતી રૂપલલનાઓ પૈસા માટે જે પણ કરતી હોય પણ કોલેજામાં અભ્યાસ કરતી યુવતીઓને પણ ફસાવવા અનેક ક્રિમીનરો સક્રિય થયા છે.

આજના ફાસ્ટ યુગમાં યુવતીની કોઈ ક્લીપીંગ બનાવીને બ્લેકમેઈલ કરતી ટોળકીઓનું રોજબરોજ અખબારના પાનામાં ચમકતી હોય છે. ત્યારે આવી ટોળકી ઓને ઝબ્બે કરવી જરૂરી હોય છે. ત્યારે રૂપલલનાઓ માંગમાં જીઆઈડીસીથી લઈને ન્યુ ગાંધીનગર અને ઘ- ૪, હાઈવે ઉપરની હોટેલો મોટાભાગે આ લોકોના આશ્રય સ્થાન ગણો કે વહીવટદારો, દલાલ ૫૦ ટકા થી લઈને અને હોટલનું ભાડું પણ દલાલ જ ચુકવી દેતો હોય છે. પોલીસ ન આવે અથવા કોઈ શંકાશીલ ગ્રાહક હોય તો તમામ ચાંપતી નજર રખાતી હોય છે.

આજના દલાલોની મોડસ ઓપરેન્ડી એટલી હાઈક છે કે પોલીસને પણ માથે વાળ ખંજવાળતા કરી દે છે અમદાવાદની યુવતીઓને પાટનગરમાં અઠવાડીયા માટે લાવવામાં આવે અને ત્યાબાદ ૧૫ દિવસે અન્ય શહેરોમાં અરસ પરસ બદલીઓ થતી હોય છે. ટ્રાન્સફરો કરવામાં આવતી હોય છે. ટ્રાન્સફર કરવાનું કારણ ગ્રાહકો ચેઈન્જ માંગે છે. ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ઘ-૦ અને ચ-૦ છોડ્યા બાદ મોટા ભાગે ન્યુ ગાંધીનગરમાં ભારે પગપેસારો રૂપલલનાઓથી લઈને દલાલોએ કર્યો છે. ગાંધીનગરથી એસ.જી હાઈવે પરની હોટેલો પર પણ તડીંગા હોય છે પણ હવે દલાલોએ નવી મોડસ ઓપરેન્ડીથી બને ત્યાં સુધી હોટેલોતી દૂર રહીને એકલવાયા બંગલા, નહીં વહેંચાયેલા ફ્લેટો, બંધ આૅફિસોમાં આ પ્રવૃત્તિ બેરોક્ટોક ફુલી ફાલી છે.

અમદાવાદ, સુરત રાજકોટથી લઈને દિલ્હી, મુંબઈથી રૂપલલનાઓનો પગપેસારો થયો છે. સંસ્કારીનગરી, કર્માચારીઓની નગરી એ હવે નવી પાંખ સાથે ક્રાઈમમાં પણ એટલું જ ડગ માંડ્યું છે. આજે ૫ થી ૭ વર્ષના ગાળામાં ૮ જેટલા મર્ડરકેસો પણ વણા ઉકેલ્યા જ રહ્યા છે. પાટનગરમાં હેવ આવી બધી બદીઓ પણ મોટા પ્રમાણમાં જાવા મળી રહી છે. એજ્યુકેશન હબ ગણાંતી કંપનીઓ તતા હોસ્ટેલો, કોલેજો પર આ બદી ફુલીફાલી છે. ત્યારે રાત્રે જે નજારો છે તે ન્યું ગાંધીનગરનો જોવા જેવો છે. ખૂણા ખાંચરામાં જ્યાં ગેસ્ટ હાસો ખુલ્યા છે તે કઈ રીતે ચાલે છે તે ચકાસવાની જરૂર છે.