loader

Breaking News


Home > Gujarat > સિવિલનાં દિનદયાળ જનઔષધિ સ્ટોર્સનાં ખાનગી માલિક તેમજ તંત્ર દ્વારા ભારે હપ્તાખોરીની ચર્ચા


Foto

સિવિલનાં દિનદયાળ જનઔષધિ સ્ટોર્સનાં ખાનગી માલિક તેમજ તંત્ર દ્વારા ભારે હપ્તાખોરીની ચર્ચા

May 2, 2018, 10:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સંકુલમાં આવેલ દિનદયાળ જનઔષધિ સ્ટોર્સનાં વીજળી બિલનો લાખોનો બોજ સિવિલ તંત્રનાં માથે પડ્યો છે કે તેમાં પણ સિવિલ તંત્ર અને ખાનગી સ્ટોર્સનાં માલિકને બખ્ખાં કરાવવા માટે સેન્ટીંગ કરવામાં આવ્યું છે આ પ્રશ્ન સમગ્ર સંકુલમાં ચર્ચાઈ રહ્યો છે. 



પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાની પ્રજાને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરી શકાય તે માટે એક વર્ષ અગાઉ સિવિલ સંકુલમાં દિનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર્સને શરૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટોર્સનું સંચાલન આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી સ્ટોર્સનાં માલિકને સોંપાયું હતું. તેમજ તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા ઝડપથી શરૂ કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું જેથી તે સમયે સ્ટોર્સનાં માલિકે થોડાં સમય માટે હોસ્પિટલનાં વીજ કનેક્શનમાંથી જ વિજ કનેક્શન આપવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવેલ જેથી તંત્ર દ્વારા વિજ કનેક્શન સ્ટોર્સને આપવામાં આવ્યુ હતું. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર છેલ્લાં એકાદ વર્ષથી આ સ્ટોર્સનું વિજ બિલ સિવિલ તંત્રનાં દ્રારા ભરાય છે આજ દિન સુધી આ ખાનગી સ્ટોર્સ દ્વારા અલગથી નવી વિજ કનેક્શન લેવામાં આવ્યું નથી. આ ખાનગી સ્ટોર્સનું બે મહિનાનું વિજ બિલ અંદાજિત ૨૫ હજાર જેટલું આવે છે જેથી ૧૨ માસનું બિલ લાખોમાં જાય છે.

સિવિલ તંત્રએ આ ખાનગી સ્ટોર્સ પાસેથી અંદાજિત ૨ થી ૩ લાખનાં વિજ બિલનું ઉઘરાણું કરવામાં નથી આવી રહ્યું. જેથી આ બાબતે સિવિલ તંત્ર તથા ખાનગી સ્ટોર્સનાં મલાકિ વચ્ચે આ વિજ બિલનાં નાણાં બાબતે સેટીંગ કરાયું હોવાનું અને સ્ટોર્સનાં માલિક તેમજ તંત્રનાં અધિકારીઓ સાથે હપ્તાખોરી ફિક્સ થઈ ગઈ હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે જેથી અનેક ઊંડા રહસ્યો સર્જાયા છે.