loader

Breaking News


Home > Bollywood > હોલિવુડની અભિનેત્રીઓની સાથે ભેદભાવ ઃ વિદરસ્પુન


Foto

હોલિવુડની અભિનેત્રીઓની સાથે ભેદભાવ ઃ વિદરસ્પુન

Sept. 15, 2017, 3:48 p.m.
      Whatsapp   

લોસએન્જલસ ઃ હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી રીસ વિદરસ્પુને એવો ધડાકો કર્યો છે કે અભિનેત્રીઓની સાથે વ્યાપક ભેદભાવ કરવામાં આવે છે. અભિનેતાઓની તુલનામાં અભિનેત્રીઓને હોલિવુડમાં પણ પ્રમાણમાં ઓછી ફી મળે છે. કેટલાક મામલામાં તો આ અંતર પાંચ ગણા સુધી પણ છે. પરંતુ એવુ નથી કે આ ભેદભાવ માત્ર હોલિવુડની ફિલ્મોમાં જ છે. બોલિવુડમા પણ આ ભેદભાવ સતત થાય છે. આ મામલો કેટલીક વખત સપાટી પર પણ આવે છે. કેટલીક ટોપ અભિનેત્રીઓ આ મામલે રજૂઆત પણ કરી ચુકી છે. બોલિવુડની સાથે સાથે હોલિવુડની અભિનેત્રીઓની સાથે પણ ભેદભાવ થાય છે. અનેક અભિનેત્રી આનો શિકાર થઇ ચુકી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં લોકપ્રિય અભિનેત્રી રીસ વિદરસ્પુન દ્વારા આ અંગેની કબુલાત કરવામાં આવી હતી. રીસના કહેવા મુજબ હોલિવુડના મોટા મોટા પ્રોડક્શન હાઉસ અભિનેત્રીઓની સાથે ભેદભાવ કરે છે. રીસના કહેવા મુજબ તેને પોતાની ફિલ્મ ગોન ગર્લ માટે ડ્રિસ્ટ્રીબ્યુટરો શોધી કાઢવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રીસની વાત માનવામાં આવે તો તે જેની પાસે પણ જતી હતી તમામ લોકો એ જ કહેતા હતા કે આ એક મહિલાપ્રધાન ફિલ્મ છે. અને અમે મહિલાઓ પર બાયોપિક ફિલ્મ બનાવતા નથી.

મહિલા પ્રધાન ફિલ્મોમાં અમે કોઇ રસ નથી. રીસ આ ફિલ્મની સાથે એક નિર્માતા તરીકે જાડાયેલી હતી. મોટા ભાગના સ્ટુડિયો દ્વારા તેની સાથે આવુ જ વર્તન કર્યુ હતુ. ગોન ગર્લ આ જ નામથી વર્ષ ૨૦૧૨માં આવેલી નવલકથા પર આધારિત છે. રીસના કહેવા મુજબ નવલકથા લોકપ્રિય થવા લાગી ત્યારે ડ્રિસ્ટ્રીબ્યુટરોનુ ધ્યાન આની તરફ ગયુ હતુ.