loader

Breaking News


Home > National > અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા : મોદી સરકારે આંધ્રપ્રદેશ સાથે કરી છેતરપીંડી - TDP


Foto

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા : મોદી સરકારે આંધ્રપ્રદેશ સાથે કરી છેતરપીંડી - TDP

July 20, 2018, 12:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનાં ચોમાસું સત્રનો આજે ત્રીજો દિવસ છે અને આજે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટીંગ કરાવવામાં આવશે. ચર્ચામાં TDP સાંસદે જણાવ્યું હતું કે કેન્દ્રએ અમારા ખાતામાંથી પૈસા લઇ લીધા જેથી રાજ્યને નાણાંકીય રીતે ઘણું નુકશાન થયું છે. તેઓએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ માટે જે પરિયોજનાઓ લાવવાની વાત કરવામાં આવી હતી તેના માટે પણ કોઈ દિશા - નિર્દેશ નથી કરવામાં આવ્યાં.

ગલ્લાએ PM મોદી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે તમે આંધ્રપ્રદેશને આપેલ વચનોને પુરા નથી કર્યા. તેઓએ જણાવ્યું હતું કે PM ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની વાત કરે છે પરંતુ કર્ણાટક ચુંટણીમાં જનાર્દન રેડ્ડી તેમજ તેમનાં લોકોને ટીકીટ કેમ આપવામાં આવી. ગલ્લાએ લોકસભામાં PM મોદીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે શું તમારા વચનોમાં કોઈ તાકાત છે. લોકસભામાં કહેવામાં આવેલા શબ્દોનું તમારે મન કોઈ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ ની વિધાનસભામાં ચુંટણી દરમિયાન મોદીએ રેલીમાં આંધ્રપ્રદેશને સ્પેશ્યલ સ્ટેટ્સ આપશે તેવું વચન આપ્યું હતું.