loader

Breaking News


Home > Gujarat > જસદણની પેટાચૂંટણીને લઇ કોંગ્રેસના પાંચ નામો ચર્ચામા, જાણો વિગત


Foto

જસદણની પેટાચૂંટણીને લઇ કોંગ્રેસના પાંચ નામો ચર્ચામા, જાણો વિગત

Nov. 5, 2018, 3:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : જસદણ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં પ્રતિષ્ઠાનો જંગ જીતવા સમાન બાજી દાવ પર લાગી છે. કારણ કે, જસદણ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અન્ય કોઇ નહી પરંતુ કોંગ્રેસમાંથી જ ભાજપમાં જોડાનાર અને સીધુ કેબીનેટ મંત્રીનું પદ હાંસલ કરનાર કુંવરજી બાવળિયા મેદાને છે, જેથી કોંગ્રેસ માટે તેમને હરાવવા એ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે અને તેને લઇને જ હવે કોંગ્રેસે આ માટે ખાસ વ્યૂહરચના ઘડી કાઢી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજીભાઇ બાવળિયા સામે કોંગ્રેસમાંથી કયા દિગ્ગજ ઉમેદવારને ઉભો રાખવો કે જે બાવળિયાને જોરદાર મ્હાત આપી શકે તે માટે કોંગ્રેસ પક્ષે મહત્વની કવાયત હાથ ધરી છે, જેના અંતે હાલ તો, ધીરૂભાઇ શિંગાળા, વિનુભાઇ ધડુક, ભોળાભાઇ ગોહેલ, ભીખાભાઇ બાંભણીયા અને અવસરભાઇ નાકીયા એ પાંચ નામો ચર્ચાઇ રહ્યા છે. જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે. જો કે, આ પાંચેય વ્યક્તિઓના પ્રભાવ અને પરિણામને લઇ કોંગ્રેસ સેન્સ લેશે. હાલ કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસ દ્વારા સેન્સ-લોકમત જાણવાની પ્રક્રિયા બાદ નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવાળીયા સામે આ પાંચમાંથી કોઇ પણ એક વ્યક્તિ ઉમેદવાર થઈ શકે છે. પુખ્ત વિચારણા અને તમામ પાસા ધ્યાનમાં લીધા બાદ કોંગ્રેસ આખરી નામ ફાઇનલ કરશે.