loader

Breaking News


Home > Gujarat > પાટનગરમાં દારૂ, હુક્કાબાર જેવી પ્રવૃત્તિઓ ખાનગી રાહે ફુલી ફાલી રહ્યા હોવાની ચર્ચા


Foto

પાટનગરમાં દારૂ, હુક્કાબાર જેવી પ્રવૃત્તિઓ ખાનગી રાહે ફુલી ફાલી રહ્યા હોવાની ચર્ચા

July 30, 2018, 2:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરે વિકાસના પંથે પગ તો માંડી દીધો. પહેલાં પાટનગરની વસ્તી માંડ ૨ લાખ પણ ન હતી. આજે પાટનગર પણ બે વિભાગમાં વહેંચાઈ ગયું હોય તેમ ઓલ્ડ ગાંધીનગર અને ન્યુ. ગાંધીનગર બની ગયું છે. ત્યારે નશાકોરી જેવી પ્રવૃત્તિઓ પણ ભારે ફુલીફાલી રહી છે. એકાદ વર્ષ પહેલાં ગાંધીનગર પાસે આવેલા હુક્કાબારમાં રેડ પડી હતી ત્યારે ૫૦ થી પણ વદારે નવયુવાનો આ હુક્કાબારમાંથી પકડાયા હતા. ત્યારે હુક્કાબારમાં પડ્યું પાથર્યું રહેતું યુવાનધન શરીર, સમય અને નાંણાનું વડેફાડ કરી રહ્યું છે.

પાટનગરમાં સૌથી વધારે ટીસીએસ, જીએનએલયુ, પીડીપીયુ, રીલાયન્સ જેવી ટોપની કોલેજાના આજુબાજુ દલાલો પણ ફરતા થઈ ગયા છે. માં બાપે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાંવતા હોય અને અહીંયા આજનું યુવાધન વ્યસન રૂપી ના પંથે જઈ રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે ઈન્ફોસીટીમાં બહારથી ભણવા આવેલા નવયુવાનો અને યુવતી ગાંધીનગરની પ્રજાને ફેરાનતી બાનમાં લીધા હોવાની પણ ચર્ચા છે.

આજે દારૂ સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં રોજબરોજ પકડાયો હોય છે પીવાવાળાની સંખ્યામાં પણ તોતીંગ વધારો જોવા મળ્યો છે. દારૂ ન મળે તો આખરે રોડ, રસ્તા ઉપર ખાંસીની બોટલો એક નહીં અનેક રોડ પર જોવા મળે છે. જેમાં આલ્કોહોલ હોવાનું પ્રમાણ હોવાથી લોકો તેમાં પણ વ્યસન જોઈ ગયા છે. ત્યારે હુક્કાની અનેક ફ્લેવર્સમાં નિકોટીન ઉપરાંત દેશી દારૂ બનાવવા વપરાતાં મોલાસીસનું મિશ્રણ હોવાની વિગતો પણ પ્રાપ્ત થયેલ છે. મિત્રો સાથે નિર્દોષ આનંદ માટે પીવામાં આવતાં હુક્કાની વિદેશની નેચરલ ફ્લેવર્સ હોવાનું મોટાભાગનું લોકોનું માનવું છે પણ એવો ચોકાવાનારો ખુલાસો પણ થયો છે કે વિદેશી ફ્લેવર્સ સાથે ભારતમાં બનતી ફ્લેવર્ડ મોલાસીસ ટોબેકો પણ ભેળવવામાં આવે છે. લાખો રૂપિયાના રોકાણ કરી ચાલી રહેવા હુક્કાબાર સામે અનેક મોટા માથાઓ ભલામણ કરી રહ્યા છે ત્યારે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી યુવાધનને હુક્કાબારના આક્રમણથી કેટલા અંશે બચાવી શકશે તેવો સવાલ પુછાઈ રહ્યો છે. પાટનગરમાં ખાનગીમાં હુક્કાબારનું ભારે ચલણ વધી રહ્યું છે.

કોઈ પણ હુક્કાબારમાં ૫૦૦થી ૨ હજાર ચુકવીને છોકરા-છોકરીઓનું ટોળું ગ્રીન એપલ, વેનીલા, મિન્ટ, કીવી મધાઈ પાન સાલસા, ગ્રેપ્સ વેનિલા પાન, બ્લ્યુબેરી પીચ ચાલસા, મીન્ટ મોયુરો સાલસા, મિલકી બ્રેગ, જ્યુસ, કોકોન્ટ, વોટસેલન, એપલ ચિલ્લમ જેવી અલગ અલગ ૧૦૦ થી વધુ વેરાયટીઓ અમદાવાદથી પાટનગરમાં ઠલવાય છે. ફ્લેવર્ડ મોલીસસ ટોબેકોનું લકાણ અને સ્મોકીંગ ભયજનક હોવાના ચિત્ર સ્પાટી પણ જાવા મળ્યા છે. આ દેશી ફ્લેવર્સમાં મોલાસીસ અને ટોબેલીકોથી મહત્મ ૦.૫ ટકા નીકોટીન હોવાનું લખાણ થયેલું હોય છે મોલાસીસનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે થતો હોય છે. ૨થી ૩ બીલ થાય, આપણે ખર્ચ કરી તમાકુ અને મોલાકીસનો નશો કરવાની આદર પાડી રહ્યા હોવાની વાતથી નિર્દોષ આનંદ લૂંટવા જતાં મોટા ભાગના યુવા અજાણ હોય છે.