loader

Breaking News


Home > Gujarat > દુષ્કર્મ કેસ : ભાનુશાળી સામે ફરિયાદને હાઇકોર્ટે રદ કરી


Foto

દુષ્કર્મ કેસ : ભાનુશાળી સામે ફરિયાદને હાઇકોર્ટે રદ કરી

Aug. 8, 2018, 3:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતા દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવી હતી. આ કેસમાં પીડિતા અને જયંતિ ભાનુશાળી વચ્ચે થયેલા સમાધાનકારી વલણને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું અને પીડિતા તેમ જ ભાનુશાળીની માંગણી મુજબ, દુષ્કર્મ કેસની ભાનુશાળી સામેની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી.

પોલીસ વેરીફિકેશનમાં પણ પીડિતા તેણે જેની સામે ફરિયાદ નોંધાવી હતી તે જયંતિ ભાનુશાળી સામેની પોતાની ફરિયાદ હવે આગળ ચલાવવા માંગતી નથી તે નિવેદનને વળગી રહી હતી. સરકારી વકીલ તરફથી પોલીસ વેરીફિકેશનનો રિપોર્ટ પણ હાઇકોર્ટને જણાવ્યો હતો. જેને ધ્યાને લઇ આખરે હાઇકોર્ટે ભાનુશાળી વિરૂધ્ધની દુષ્કર્મ કેસની ફરિયાદ રદ કરી હતી.

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરૂધ્ધ નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે પીડિતા તરફથી ગત સપ્તાહે અચાનક યુ ટર્ન મારી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી આ ફરિયાદ આગળ ચલાવવામાં તેને રસ નહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેને પગલે ભાનુશાળીના ચકચારભર્યા કેસમાં નવો જ વળાંક આવ્યો હતો. પીડિતાએ ખુદ જા જયંતિ ભાનુશાળી વિરૂધ્ધની તેણે નોંધાવેલી ફરિયાદ રદ કરવામાં આવે તો તેને કોઇ વાંધો નહી હોવાનું હાઇકોર્ટને જણાવ્યું હતું.