loader

Breaking News


Home > Gujarat > જીલ્લા - તાલુકા પંચાયતોનાં પરિણામ આવવાનાં શરુ, ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર


Foto

જીલ્લા - તાલુકા પંચાયતોનાં પરિણામ આવવાનાં શરુ, ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

Feb. 23, 2018, noon
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં નગરપાલિકાઓની ચુંટણી બાદ ૨ જીલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચુંટણીઓ યોજાઈ હતી જેનાં પરિણામો આવવાનાં શરુ થઇ ગયા છે. જીલ્લા પંચાયતોમાં બનાસકાંઠાની 66 સીટો અને ખેડાની 44 સીટો પર મતદાન યોજાયું હતું જેની મતગણતરી ચાલુ છે. આ બે જિલ્લા પંચાયતોમાં ભાજપના 109, કોંગ્રેસના 108, અન્ય પક્ષના 8 અને 48 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 273 ઉમેદવારો ચૂટણીમાં જંગમાં હતા.

ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપનો વિજય થયો છે જયારે કાંકરેજ જિલ્લા પંચાયતની કંબોઈ સીટ પર કોંગ્રેસનો વિજય તેમજ દાંતા જીલ્લા પંચાયત બેઠક ઉપર પણ કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતની 6 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું જેમાં 4 ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. આ ઉપરાંત વાવની ગોલગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો છે તેમજ ડીસા તાલુકા ની વરણ તાલુકા પંચાયત ભાજપમાં ભાજપે જીત મેળવી છે.