loader

Breaking News


Home > Health > અસ્થમાંનાં દર્દીઓ માટે દિવાળીનો તહેવાર જોખમને આમંત્રણ


Foto

અસ્થમાંનાં દર્દીઓ માટે દિવાળીનો તહેવાર જોખમને આમંત્રણ

Nov. 1, 2018, 1:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તહેવાર નજીક આવતા જ ઘરનાં સભ્યો ખુશ થઇ જાય છે અને તેમા પણ જો દિવાળીનો તહેવાર હોય તો તે ખુશી બમણી બની જાય છે. દિવાળીને હવે થોડો જ સમય બાકી છે. બજારમાં લોકોની ભીડ કહે છે કે આ એવો તહેવાર છે કે જેમાં લોકો ખુબ ખરીદી કરે છે અને એક બીજાને દિવાળીની અને નવ વર્ષની શુભકમનાઓ પાઠવે છે. ખાસ કરીને દિવાળીની રાત દિવાની ચમકથી પ્રકાશીત વાતાવરણ ઉભુ કરે છે. દિવાળીની રાત્રી છે કે જેમાં લોકો પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી દે છે, તેનું મુળ કારણ દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડા છે. જેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે અને તેમા પણ જો તમે અસ્થમાંનાં દર્દી છો તો તમારે વધુ કાળજી લેવી પડશે. તમારા દ્ધારા કરવામાં આવેલી થોડી લાપરવાહી તમને બીમાર પાડી શકે છે.



અસ્થમાંનાં દર્દીએ રાખવી સાવધાની

જો તમે એક અસ્થમાંના દર્દી છો તો જે જગ્યાએ વધુ પડતો ધુમાડો થાય છે ત્યા જવાનું ટાળો અને જે જગ્યાએ ફટાકડા વધુ ફોડવામાં આવે છે ત્યાં ન જશો. જો તમે તે જગ્યાએ જવા માંગો છો તો તમારે મોઠા પર માસ્ક પહેરવું કે પછી રૂમાલ બાંધવો ખુબ જરૂરી બને છે. આ પ્રાથમિક સાવધાની છે. આ તહેવારમાં બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો અને ઘરનું જ ખાવાનો આગ્રહ રાખો. સમયસર દવા લેવી ન ભૂલો અને જો તમે મુસાફરી કરી રહ્યા છો તો સાથે હંમેશા ઇનહેલર રાખો. પાણી વધુ માત્રામાં પીવાનું રાખો, તે તમારા શરીરનો કચરો સાફ કરવામાં મદદ કરે છે.