loader

Breaking News


Home > National > હેલિકોપ્ટર વિવાદ પર DMK એ માંગ્યું રક્ષા મંત્રી નિર્મલા સિતારામનનું રાજીનામું


Foto

હેલિકોપ્ટર વિવાદ પર DMK એ માંગ્યું રક્ષા મંત્રી નિર્મલા સિતારામનનું રાજીનામું

July 26, 2018, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : DMK નાં અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને દેશનાં રક્ષામંત્રી નિર્મલા સિતારામન અને તામિલનાડુનાં ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમનાં રાજીનામાંની માંગ કરી હતી. ડીએમકે અધ્યક્ષે રાજીનામાની માંગ સૈન્યનાં હેલીકોપ્ટર દ્વારા પનીરસેલ્વમનાં બીમાર ભાઈને એરલીફ્ટ કરીને લઇ જવાના વિવાદ પર કરવામાં આવી છે.

એક દિવસ અગાઉ પનીરસેલ્વમે જણાવ્યું હતું કે તેમની નવી દિલ્હીની મુલાકાત દરમિયાન તેમનો ઉદ્દેશ રક્ષામંત્રીને ધન્યવાદ આપવાનો હતો જેમણે ડેપ્યુટી સીએમનાં ભાઈ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેમનાં ભાઈને મદુરાઈથી ચેન્નાઈ પહોંચાડવામાં આવ્યાં હતા. તેના પર પ્રતિક્રિયા આપતા સ્ટાલિને જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિગત લાભ માટે સેનાનાં હેલીકોપ્ટરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.