loader

Breaking News


Home > Health > આ રીતે કરો શરીરનું વજન ઓછું, ક્લિક કરી જાણો વધુ વિગત


Foto

આ રીતે કરો શરીરનું વજન ઓછું, ક્લિક કરી જાણો વધુ વિગત

Aug. 15, 2018, 12:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વજન ઓછુ કરવાની વાતો આજકાલ ફૅશન થઈ ગઈ છે. એમ કહીને આ એક હોબી (શોખ) થઈ ગયો છે. દરેક વ્યક્તિ ખૂબજ વિશ્વાસપૂર્વક પોતાનો પ્રયોગ બતાવે, અનુભવ જણાવે છે પણ તેઓને વજન ઓછું કરવાના સાચા સરળ અને સચોટ ઉપાય ખબર નથી. ચોક્કસ પ્રયત્નો કરી ખરા દિલથી નિયમિત રીતે નીચેના નુસખા અજમાવો.

ભોજન : ભાવતાં ભોજન ભવ્ય માત્રામાં ભાન વગર ખાવાથી વજન વધે છે. વર્ષોથી તમારા શરીરને આડેધડ ખોરાક ખાવાની ટેવ પડી છે. તેના બદલે ખોરાકને ચાર બેઝીક ફૂડ ગ્રૂપમાં વહેંચી નાંખો. (૧) અનાજ (૨) દૂધ અને દૂધની બનાવટો (૩) શાકભાજી (૪) ફળો પ્લાનિંગ ઃ ઘરનો ખોરાક કે બહારનો ગમે તે ખાઓ, પણ તમે જે પ્રમાણમાં લો, તેની કેલરીની મનમાં નોંધ કરતા જાઓ, તમારા પ્લાનિંગ પ્રમાણે ખોરાક લો. વધારાના વજનને ઓછું કરવા માટે તમને ઓછામાં ઓછા ૧ થી ૧।। વર્ષ થશે. દરમહિને ૨ થી ૩ રતલ ઓછું કરવામાં નુકસાન નહીં થાય.

કસરત : કસરત તો કરવી જ પડશે, ચાલવા, દોડવા, તરવા, સાઈકલીંગ, ડાન્સિંગ, દોરડાં કૂદવા વગેરે એરોબિક કસરતો અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ નિયમિત રીતે અટક્યા વગર ૩૦ થી ૪૦ મિનિટ, થોડાક આસનો અને થોડી સ્નાયુઓની કસરત ફક્ત ૧૦ થી ૧૫ મિનિટ કરશો તો સહેલાઈથી ૩૦૦ થી ૪૦૦ કેલરી શરીરમાંથી ઓછી થશે.