loader

Breaking News


Home > National > હું મંદિરમાં જાઉં તે ભાજપને પસંદ નથી, રાહુલ ગાંધીનાં ભાજપ પર આકરા પ્રહાર


Foto

હું મંદિરમાં જાઉં તે ભાજપને પસંદ નથી, રાહુલ ગાંધીનાં ભાજપ પર આકરા પ્રહાર

Oct. 5, 2018, 11:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સમિટમાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર પોતાનાં લોકો સાથે જ લડી રહી છે. રાહુલ ગાંધીએ ભાજપના મંદિર પોલિટિક્સ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે તેઓને લાગે છે ફક્ત તેમનાં લોકો જ મંદિર જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું વર્ષોથી મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા જાવ છું. અચાનક તેને પબ્લિસિટી મળવા લાગી છે. મને લાગે છે કે ભાજપને આ પસંદ નથી આવી રહ્યું.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની 1.2 અબજ જનતા પર એક વિચારધારાને થોપવામાં આવી રહી છે. જો દેશમાં દેશ વિશે ચર્ચા ના થાય તો દેશ હોવાનો ફાયદો શું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ દેશ સૌની સાથે લઈને ચાલવા વાળો છે. અમે લોકો સાથે ભેદભાવ નથી કરતાં આપણે ફરીથી તે સ્વપ્નને જીવવું પડશે જ્યાં સામાન્ય માણસ ડર્યા વગર રહી શકે.