loader

Breaking News


Home > National > ભૂલથી પણ આ વોટ્સએપ મેસેજ પર ક્લિક ના કરો, ફોન થઇ જશે ક્રેશ


Foto

ભૂલથી પણ આ વોટ્સએપ મેસેજ પર ક્લિક ના કરો, ફોન થઇ જશે ક્રેશ

May 5, 2018, 12:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વોટ્સએપ પર ફોરવર્ડેડ મેસેજ તો આવતા જ હોય છે પરંતુ આજકાલ એક મેસેજ ઘણો ફોરવર્ડ થઇ રહ્યો છે. આ મેસેજથી તમારો ફોન પણ ક્રેશ થઇ શકે છે. વોટ્સએપ પર એક મેસેજ આવી રહ્યો છે જેને ટચ કરવાથી ફોન હેંગ થઇ જાય છે તેમજ ક્રેશ થવાની સંભાવના પણ રહેલી છે.

આ મેસેજથી સાવધાન રહેવાની જરૂર છે. તેનાથી તમારો સ્માર્ટફોન ક્રેશ થઇ શકે છે. આ મેસેજ હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આવી રહ્યો છે. આ મેસેજ સાથે લખવામાં આવ્યું છે કે " કોણ કહે છે તમારો ફોન હેંગ નથી થતો ? ત્યારબાદ બીજો એક મેસેજ જોવા મળે છે તેમાં લખેલું હોય છે કે don’t-touch-here. વધુમાં અંગ્રેજીમાં " can hang your Whatsapp for a while just touch below message " તેમજ તેની નીચે don’t-touch-here લખેલું હોય છે.

આના પર ક્લિક કરતા ફોન હેંગ થઇ જશે તેમજ ડિસ્પ્લે ઉપર પણ કઈ કામ કરી શકાશે નહી. આ મેસેજથી ફક્ત એન્ડ્રોઇડ ફોન જ હેંગ થાય છે આઇફોન પર તેની કોઈ અસર જોવા મળી નથી.