loader

Breaking News


Home > Gujarat > ગુજરાતની એક પણ શાળામાં ઓરડાની ઘટ ઉભી નહિ થાય : રાજ્ય સરકાર


Foto

ગુજરાતની એક પણ શાળામાં ઓરડાની ઘટ ઉભી નહિ થાય : રાજ્ય સરકાર

March 6, 2018, 5:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કચ્છ અને મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સંદર્ભમાં પ્રશ્નો પ્રત્યુત્તર પાઠવતા રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષની સરકારે એકપણ શાળામાં ઓરડાની ઘટ પડે નહી તે માટે ખાસ આયોજન કર્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ ૧૯૯૮માં ૩૨ હજાર જેટલા ઓરડાની ઘટ હતી. તેમાંથી મોટાભાગના વર્ગખંડો રાજ્ય સરકારે તૈયાર કર્યા અને માત્ર ૧૦ ટકા જેટલી ઓરડાની ઘટ હતી ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલના કારણે વધારાના ૪૬૬૬૦ ઓરડાની ઘટ ઉભી થઈ હતી. ફરીથી રાજ્ય સરકારે આ ઘટને પૂરી કરવા ખાસ આયોજન કર્યું અને તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ ૩૦ હજારથી વધુ ઓરડાનું નિર્માણ કર્યું છે હવે ૧૬ હજાર જેટલાં ઓરડાની ઘટ છે જે આગામી દિવસોમાં ઝડપથી પૂર્ણ કરાશે.