loader

Breaking News


Home > Gujarat > વરરાજાનું મોઢું જોઈ દુલ્હન ભડકી આવો પતિ તો ના જોઈએ.


Foto

વરરાજાનું મોઢું જોઈ દુલ્હન ભડકી આવો પતિ તો ના જોઈએ.

April 21, 2018, 2:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ઇટાવા: ઇટાવાના શેખુપુરનાં સરૈયાએ ગામમાં સાત ફેરા લેતા પહેલાં એક સાહસ બતાવીને દારૂડિયા વરરાજાની જાનને પાછી મોકલી દીધી હતી. આ છોકરીએ ગામમાં નશા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ ગામમાં લગ્ન પહેલાં દરેક છોકરીની એક જ શરત હોય છે કે વરરાજા નશો તો ન જ કરતો હોવો જોઈએ.

શું છે ઘટના?:

-દુલ્હન કુમકુમ ઈટાવા જિલ્લાના શેખુપુર સરૈયા ગામમાં રહે છે. આ જિલ્લાના જસવંતનગર કસ્બામાં રહેતો ગુલશન જાટવ જાન લઈને કુમકુમના ઘરે પહોંચ્યો હતો. તે દરમિયાન તેણે ખૂબ દારૂ પીધો હતો.

- જ્યારે કુમકુમને આ વિશે ખબર પડી ત્યારે તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, આ છોકરો તો લગ્ન માટે સહેજ પણ નહીં ચાલે.

- કુમકુમના જણાવ્યા પ્રમાણે, થોડા વર્ષો પહેલાં તેમના ગામના લોકોને જુગાર અને દારૂએ બરબાદ કરી દીધા હતા. ત્યારપછી બબલી દેવી ગામના સરપંચ બન્યા હતા. ત્યારથી દરેક મહિલાએ નશા વિરુદ્ધ એક સંગઠન બનાવ્યું છે. હવે આ ગામના દરેક લોકો દારૂ છોડી ચૂક્યા છે.