loader

Breaking News


Home > National > રાજસ્થાનનાં ભાનગઢ કિલ્લામાં રાતે જવાની છે મનાઇ, જાણો શું છે કારણ


Foto

રાજસ્થાનનાં ભાનગઢ કિલ્લામાં રાતે જવાની છે મનાઇ, જાણો શું છે કારણ

Aug. 17, 2018, 8:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં સૌથી ભયંકર અને ડરાવની જગ્યામાં ભાનગઢનાં કિલ્લાનું નામ સૌ પ્રથમ આવે છે. રાજસ્થાનનાં અલવરમાં આવેલ ભાનગઢનો કિલ્લો છેલ્લા 500 વર્ષથી શ્રાપિત છે, તેવુ સ્થાનિકોનાં મુખે વર્ષોથી ચર્ચાઇ રહ્યુ છે. આ કિલ્લાને ભૂતોનાં કિલ્લાનાં નામે પણ ઓળખવામાં આવે છે.ભાનગઢનાં કિલ્લા વિશે એવુ કહેવાય છે કે દુનિયાનાં ટોપ 100 હૉંન્ટેડ પ્લેસમાં આ જગ્યાનું નામ આવે છે. ભાનગઢ કિલ્લાને લઇને એક વાત વારંવાર સાંભળવામાં આવે છે કે અહી સુરજ ડુબ્યા પછી એટલે કે રાત્રીનાં સમયે જે વ્યક્તિ રોકાય છે તે ક્યારે પાછો આવતો નથી, એટલે કે તેને ભૂત મારી નાખે છે તેવું ત્યાના સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે. સાંજનાં 6 વાગ્યા બાદ અહી પ્રવેશ નિશેધ કરી દેવામાં આવે છે. કિલ્લાની બહાર પુરાતત્વ વિભાગનું એક બોર્ડ મારેલ છે, જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે સુર્યાસ્ત બાદ અહી પ્રવેશ વર્જિત છે. કિલ્લાની અંદરની વાત કરીએ તો અહી ઘણી જગ્યા પર રાખની ઠગલી, પુજાનાં સામાન અને ત્રિશૂલ સિવાય લોખંડની મોટી કડીઓ છે. એક રિપોર્ટ મુજબ સાંજે 6 વાગ્યા બાદ આ કિલ્લામાંથી ભયંકર અવાજો સાંભળવામાં આવી છે અને ત્યાર બાદ આ કિલ્લો બની જાય છે ભૂતિયા મહેલ. એક સમયે રાજપુતોની શાન કહેવાતો આ કિલ્લો આજે ખંડેરની જેમ દેખાય છે.
ભાનગઢ કિલ્લાને રાજા ભગવંતદાસે 1573માં બનાવ્યો હતો, જેમા માધવસિંહ રહેતો હતો. આ કિલ્લાની અંદર બનેલા ગોપીનાથ, સોમેશ્વર, મંગળાદેવી અને કેસવ મંદિર જોવા મળે છે. ખંડેરમાં ફેરવાયેલ ભાનગઢ કિલ્લો અતિથની બર્બાદીની દુઃખદ કહાની બતાવે છે. માધવસિંહ બાદ તેનો પુત્ર છતાસિંહ ભાનગઢનો રાજા બન્યો હતો. છતાસિંહ 1630માં થયેલ એક લડાઇમાં મૌતને ભેટી ગયો હતો, ત્યારબાદ આ કિલ્લાની રોનક જાણે ઘટવા લાગી હતી. તે પછી આમેરનાં રાજા જયસિંહે 1720માં ભાનગઠને જબરદસ્તી પોતાના રાજ્યમાં ભેળવી દીધુ હતુ.

ભાનગઢનાં કિલ્લાને લઇને ફેલાયેલ ચર્ચાની વાત કરીએ તો આ વિસ્તારમાં સિંધીયા નામનો એક તાંત્રિક રહેતો હતો. તે ભાનગઢની રાજકુમારી રત્નાવતીને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો. આ રાજકુમારીની સુંદરતાને જોઇ તાંત્રિક તેને મનથી પ્રેમ કરવા લાગ્યો હતો. તાંત્રિકે રાજકુમારી રત્નાવતીને મેળવવા માટે એક ષડયંત્ર રચ્યુ, જેમાં તેણે રાજકુમારીની એક દાશીને બજારમાં સુગંધથી ભરેલુ તેલ લેતા જોયા બાદ, સિંધીયાએ આ તેલ પર ટોંટકો કરી દીધો, જેથી રાજકુમારી તેને લગાવ્યા બાદ તાંત્રિક તરફ ખેંચી ચાલી આવે. પરંતુ આ શિશિથી ભેરેલુ તેલ રાજકુમારીનાં હાથમાંથી પડી ગયુ અને બધુ તેલ એક મોટા ખડક પર પડી ગયુ. તેલ ખડક પર પડતા ખડકને જ તાંત્રિકથી પ્રેમ થઇ ગયો અને તે તાંત્રિકની તરફ નમવા લાગ્યુ. આ ખડકની નીચે દબાઇને મરતા પહેલા તાંત્રિકે શ્રાપ આપ્યો કે, મંદિરોને છોડી સમગ્ર કિલ્લો જમીનદોશ થઇ જશે અને રાજકુમારી સહિત ભાનગઢનાં નિવાસી મરી જશે.

સ્થાનિકોનાં કહેવા અનુસાર સિંધીયાનાં શ્રાપનાં કારણે કિલ્લાની દિવાલ રાતો રાત ધ્વસ્ત થઇ ગઇ. સ્થાનિકોનો માનવું છે કે, રાજકુમારી રત્નાવતી અને તેમના સહિત સમગ્ર નાગરિકોની અહી મૌત થયા બાદ તેમની આત્મા કિલ્લામાં જ ભટક્યા કરે છે. જો કે ભાનગઢનાં કિલ્લાને લઇને આ સિવાય પણ ઘણી વાતો ફેલાઇ છે. કિલ્લાનો ભય એટલો બની ગયો છે કે રાજ્યની સરકારે પણ આ કિલ્લામાં રાત્રી દરમિયાન પ્રવેશ કરવા પર રોક લગાવી દીધી છે. ભાનગઢનાં કિલ્લાને લઇને કહેવાતી ભૂતોની આ કહાની શું એક અફવા છે કે તેમા કોઇ તાર્કિક સચ્ચાઇ છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કિલ્લાને જોઇને તમને ક્ષણભર માટે કોઇ આભાસ થાય તો નવાઇ નહી. કહેવાય છે કે ઝેરનાં પારખા ન કરાય તેમ કોઇ શરત કે કોઇને બતાવવા કે કોઇપણ અજ્ઞાનતા બતાવવી જીવને જોખમમાં મુકવા જેવુ ખરુ. ઘણીવાર એવુ બનતુ હોય છે કે માત્ર શ્રણભરનો આભાસ તમારા જીવ માટે જોખમી બની શકે છે.