loader

Breaking News


Home > National > આઘાત દૂર કરવા કરો આટલું કામ


Foto

આઘાત દૂર કરવા કરો આટલું કામ

Nov. 5, 2018, 10:59 a.m.
      Whatsapp   

મનાવમિત્ર, નવી દિલ્હી : આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક પોતાના કામોમાં વ્યસ્ત છે. જેને કારણે માનસિક શાંતિ તો બિલકુલ મળતી જ નથી. કોઈની પાસે તમારા માટે સમય નથી. કોઈની પણ પાસે ખૂદને માટે જો સમય હોય તો તમારા માટે કાઢે ને. જો તમે માનસિક તણાવથી મુક્તિ મેળવવા માંગો છો તો વાસ્તુ મુજબ કેટલાક પ્રયોગો કરી જૂઓ જેનાથી તમે ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર આનંદિત થશો.



રાત્રે રસોડામાં જુઠ્ઠા વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને જ મૂકો. સાંજનાં સમયે કે દિવાબત્તીનાં સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો. સાંજે ઘરમાં સુગંધિત પવિત્ર ધુમાડો કરો. દિવસમાં એકવાર ચાંદીનાં ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે. બેડરૂમમાં મદિરાપાન ન કરો, નહીં તો બીમાર પડશો નહીં તો બિહામણા સપના આવશે. કાંટાળા ઝાડ ઘરની આસપાસ ન લગાવો. કિચનમાં આગ અને પાણી સાથે ન મૂકશો. તમારા ઘરમાં ચમકીલા પેઈન્ટ ન કરાવશો. ઘરમાં કરોળિયાનાં જાળા ન થવા દો, તેનાથી માનસિક તણાવ ઓછો થશે. કિચનમાં કાળા પથ્થરનો ઉપયોગ ન કરશો. ભોજન રસોડામાં બેસીને જ કરો. ઘરમાં કોઈ રોગગ્રસ્ત હોય તો એક વાડકીમાં કેસર ઓગાળીને તેના રૂમમાં મૂકી આવો તો તે જલદી સાજા થશે. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ રાખો. સુગંધિત વાતાવરણથી મન પ્રસન્ન રહે છે. અહીં દર્શાવેલા નાના નાના ઉપાયો પણ તમારા જીવનની મોટી મોટી મુશ્કેલીઓનું નિરાકરણ કરીને તમને શાંતિનો અનુભવ કરાવશે.