loader

Breaking News


Home > Health > વાસ્તુ દ્વારા કરો માનસિક તણાવ દૂર


Foto

વાસ્તુ દ્વારા કરો માનસિક તણાવ દૂર

May 20, 2018, 12:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક પોતાના કામોમાં વ્યસ્ત છે. જેને કારણે માનસિક શાંતિ તો બિલકુલ મળતી જ નથી. કોઈની પાસે તમારા માટે સમય નથી. કોઈની પણ પાસે પોતાના માટે જો સમય હોય તો તમારા માટે કાઢે ને. જો તમે માનસિક તણાવથી મુક્તિ મેળવવા માંગો છો તો વાસ્તુ મુજબ કેટલાક પ્રયોગો કરી જૂઓ જેનાથી તમે પોતાને સકારાત્મક ઉર્જાથી ભરપૂર આનંદિત થશો.



રાત્રે રસોડામાં જુઠ્ઠા વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને જ મૂકો. સાંજના સમયે કે દિવાબત્તીનાં સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો. સાંજે ઘરમાં સુગંધિત પવિત્ર ધુમાડો કરો. દિવસમાં એકવાર ચાંદીનાં ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે. બેડરૂમમાં મદિરાપાન ન કરો, નહીં તો બીમાર પડશો નહીં તો બિહામણા સપના આવશે. કાંટાળા ઝાડ ઘરની આસપાસ ન લગાવો. કિચનમાં આગ અને પાણી સાથે ન મૂકશો. તમારા ઘરમાં ચમકીલા પેઈન્ટ ન કરાવશો. ઘરમાં કરોળિયાના જાળા ન થવા દો, તેનાથી માનસિક તણાવ ઓછો થશે. કિચનમાં કાળો પથ્થર ન વાપરશો. ભોજન રસોડામાં બેસીને જ કરો. ઘરમાં કોઈ રોગગ્રસ્ત હોય તો એક વાડકીમાં કેસર ઓગાળીને તેના રૂમમાં મૂકી આવો તો તે જલદી સાજો થઈ જશે. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ રાખો. સુગંધિત વાતાવરણથી મન પ્રસન્ન રહે છે. અહીં દર્શાવેલા નાના નાના ઉપાયો પણ તમારા જીવનની મોટી મોટી મુશ્કેલીઓથી દૂર રહેવામાં તમારા મદદરૂપ થઇ શકે છે.