loader

Breaking News


Home > Health > લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન જીવવા કરો આ કામ


Foto

લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન જીવવા કરો આ કામ

Feb. 8, 2018, 7:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજનાં યુગમાં સારુ અને નિરોગી જીવન જીવવાની દરેક ઇચ્છા રાખે છે. જો તમે પણ ચાહો છો લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન તો રોજ કરો વ્યાયામ. આજે હેલ્થને દુનિયાનાં દરેક દેશ પ્રાધાન્ય આપે છે. સારો ખોરાક અને નિયમિત વ્યાયામ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.




વ્યાયામનાં ઘણાં ફાયદા છે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે જો તમે દરરોજ થોડું વર્કઆઉટ કરો તો તમે લાંબુ આયુષ્ય મેળવી શકો છો. નિયમિત વ્યાયામ કરવાથી શરીરની કોશિકાઓ વધુ તંદુરસ્ત બને છે. આ સંશોધનમાં ઉંદર પર પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ પરિક્ષણમાં ઉંદરને રોજ થોડો સમય મહેનત કરાવવામાં આવી જેને ‘સ્ટ્રેસ ટેસ્ટ’ નામ આપવામાં આવ્યુ હતુ. સંશોધકોએ આ પ્રક્રિયામાં જોયુ કે કસરત કરતા ઉંદરોનાં શરીરની કોશિકાઓ ક્ષતિગ્રસ્ત પેશીઓ અને જે કામ ન કરતા તે ભાગને હટાવી સ્નાયુને તંદુરસ્ત બનાવવામાં મદદ કરી છે. માઇટોકોન્ડ્રિયા જેને કોશિકાઓનું ઉર્જા ઘર કહેવામાં આવે છે, આ સમય દરમિયાન પૂરતી માત્રામાં એનર્જી પેદા કરે છે, જે કારણે શરીર યોગ્ય રીતે કામ કરી શકે છે.


યુનિવર્સિટી ઓફ વર્જિનિયાનાં સ્કૂલ ઓફ મેડિસિનનાં સંશોધક જેન યાન કહે છે કે, શરીર મૃત થઇ ચૂકેલ કોશિકાઓ અને કામ ન કરતી માઇટોકોન્ડ્રિયાની સફાઇ કરે છે અને તેની જગ્યાએ નવી કોશિકાઓ તૈયાર થાય છે. એટલે કે જો તમે નિયમિત વ્યાયામ કરો તો સમજવું કે તમારા શરીરની સફાઇ થાય છે. તમારી નિયમિત કસરત તમારા શરીરનાં સ્નાયુઓને મજબુત બનાવે છે. સંશોધકોને આ તમામ જાણકારી ત્યારે મળી જ્યારે અમુક ઉંદરોને નાના ટ્રેડમીલ પર 90 મિનીટ દોડાવવામાં આવ્યા અને ત્યાર બાદ તેમના શરીરનું પરિક્ષણ કરવામાં આવ્યુ.