loader

Breaking News


Home > Health > શું તમે પણ ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડવા માંગો છો, તો કરો આ કામ


Foto

શું તમે પણ ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડવા માંગો છો, તો કરો આ કામ

June 28, 2018, 11:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી :આજની ઝડપી જીવનશૈલીનાં સમયમાં લોકોને જો સૌથી વધુ કોઇ સમસ્યા સતાવતી હોય તો તે છે સ્થૂળતાની. ઝડપી જીવનશૈલી પાછળ મોટાભાગનાં લોકોનું જીવન બેઠાળું બની ગયું છે. જેના કારણે તેઓ શરીર વધવા જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે. આવા લોકો કસરત પાછળ સમય ન આપવાને કારણે ડાયટિંગ પાછળ વળતા હોય છે પણ અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી છે જેની મદદથી તમે ડાયટિંગ કર્યા વગર જ તમારું વજન ઘટાડી શકશો. બસ જરૂર છે તો કેટલીક બાબતોને અનુસરવાની.ઓછું ખાઓ વધુ ચાવો

અભ્યાસ જણાવે છે કે જેટલું વધુ ચાવો છો તેટલી ઓછી કેલરી શરીર લે છે. તો વળી લાંબા સમય સુધી ખોરાક ચાવતા રહેવાથી વધોર પડતું ખાવાની સમસ્યાથી પણ તમે બચી શકો છો. કારણ કે આમ કરવાથી મગજને પેટમાંથી એવા સિગ્નલ મળે છે કે તમારું પેટ ભરેલું છે. આ તમને પાચનક્રિયામાં જે મદદરૂપ નહીં બને પણ સાથે તમારા શરીરના કેટલાંક ભાગો કે જે ઝડપથી વધી જતાં હોય છે તેને તમે અંકુશમાં રાખી શકશો. દરેક કોળિયો ૩૫થી૫૦ વખત ચાવવાની ટેવ રાખો.

બ્રેકફાસ્ટ લેવાનું ભૂલશો નહી

તમને કામ પર જવાનું ગમે તેટલું મોડું કેમ ન થઇ ગયું હોય, બ્રેકફાસ્ટ લેવાનું ભૂલશો નહી. બ્રેકફાસ્ટ દિવસનું મહત્વનું ભોજન ગણાય છે. તમારું મગજ દિવસ દરમિયાન અમુક સમયાંતરે રિફ્યુઅલ થવાની રાહમાં હોય છે. માટે તમે જ્યારે બ્રેકફાસ્ટ ભૂલી જશો ત્યારે લન્ચ ટાઇમ દરમિયાન તમને અત્યંત ભૂખ લાગશે અને તેના પગલે તમે વધારે પડતું ભોજન લઇ લેશો અથવા તો એવી ચીજવસ્તુઓની પસંદગી કરશો કે જે તમારા શરીર માટે ગુણકારી નથી. માટે દરરોજ બ્રેકફાસ્ટ અચૂક લો.

તમારા ભોજન પર ધ્યાન આપો

તમારી માતાએ તમને જમતી વખતે ઘણીવાર વાતો ન કરવાની, ટીવી ન જાવાની સલાહ આપી હશે. તે આવું વગર કારણે નથી કહેતી. જ્યારે તમે ભોજન દરમિયાન એક કરતાં વધુ કાર્યો પર ફોક્સ કરતાં હોવ છો ત્યારે તમારું મગજ એ વાત પર ધ્યાન નથી આપી શકતું કે તમારા શરીરને વાસ્તવમાં કેટલા ભોજનની જરૂર છે. આને પગલે તમે જરૂરિયાત કરતાં વધુ ભોજન આરોગી જશો. એનો અર્થ એ નથી કે તમે મિત્રો સાથે ભોજનની મજા ન માણી શકો. મિત્રો સાથે જરૂરથી ભોજન લો પણ ધ્યાન રાખો કે તમે તમારા મોઢામાં શું મૂકી રહ્યા છો !

વધારે પડતું રાંધશો નહીં

ખોરાકને વધારે પડતો રાંધી દેવાથી તેમાંથી ન્યુટ્રિશન્સ મરી જશે અને જ્યારે તમે યોગ્ય ન્યુટ્રિશન્સ નહીં મેળવો ત્યારે તમને તમારા ભોજનથી સંતોષ નહીં થાય અને તમારું મન તુરંત જ જન્ક કૂડ તરફ દોટ મૂકવા લાગશે. આને ટાળવા માટે સલાડ, ગ્રિલ્ડ વેજિટેબલ્સ, ગ્રિલ્ડ માંસ કે ફિશ વગેરે લેવાનું રાખો.

જમ્યા પહેલા લો ફળ

ભોજન લો તેની ત્રિસેક મિનીટ પહેલા ફળો ખાવાની સલાહ છે. આમ કરવાથી ફળો ઝડપથી પચી જશે. ખાલી પેટે ફળો ખાવાથી તમારામાં એનર્જીનો સંચાર થશે અને આ રીતે પણ તમે તમારા ભોજન પર કન્ટ્રોલ કરી શકો છો. જેની સીધી અસર તમારા વજન પર થશે.

૮ વાગ્યા બાદ જમવાનું ટાળો

રાતનાં ૮ પહેલા તમારું ભોજન લઇ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમ કરવાથી તમે ડિનર સમયે કોઇ વધારાનો નાસ્તો લેવાનું ટાળશો. જા તમે તમારા મગજને વધારાનું ભોજન લેવાથી ટાળી ન શકો તો તમારા મગજને બીજી જગ્યાએ વાળવા માટે હર્બલ ટીનો સહારો લઇ શકો છો.