loader

Breaking News


Home > Health > શું આપ કડવા ચૌથ કરો છો? તો આ બાબતનું ધ્યાન રાખો


Foto

શું આપ કડવા ચૌથ કરો છો? તો આ બાબતનું ધ્યાન રાખો

Oct. 6, 2017, 4 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કડવાચૌથમાં હવે ગણીતરીનાં દિવસો બાકી છે. સ્પષ્ટપણે તમે તૈયારી પણ કરી દીધી હશે. શોપીંગથી લઇને પાર્લર સુધી ક્યાય પણ તમે કમી નહી રાખો અને કમી પણ કેમ રાખવી જ્યારે કડવા ચૌથ આવે. પરંતુ તેવામાં પોતાની તબિયતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બને છે. કેવી રીતે રાખશો પોતાની તબિયતનું ધ્યાન? શું ખાવું અને શું નહી કે જેથી પૂરો દિવસ કમજોરી ન લાગે અને ભુખની કમી પણ ન લાગે તે માટે આટલું અવશ્ય કરો.



કડવાચૌથના વ્રતમાં સવારે સરગી ખાવામાં આવે છે, ત્યાર બાદ તમને પૂરા દિવસ સુધી ભુખ્યાં રહેવાનું હોય છે, જેથી સરગીમાં શુ ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. સરગીમાં તમે સવારે ડ્રાઇ ફ્રૂટ્સ ખાઇ શકો છો, તેનાથી પૂરો દિવસ તમને તાકાત મળશે અને ભુખ નહી લાગે. તમે થોડું ગરમ દૂધ પણ પી શકો છો, તેનાથી તમને એનર્જી મળતી રહેશે.

વ્રત શરૂ થાય તે પહેલા તમે એવો ખોરાક ખાઓ કે જેથી તમારુ પેટ વધુ સમય સુધી ભરેલુ રહે અને જલ્દી ભુખ ન લાગે. વ્રત રાખતા પહેલા તમે થોડા બદામ કે અખરોટ પણ ખાઇ શકો છો જેથી ઘણા સમય સુધી તમારુ એનર્જી લેવલ બની રહે. નટ્સમાં પ્રોટીનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. એટલે વ્રત શરૂ કરતા પહેલા થોડા ડ્રાય ફ્રૂટ્સ જરૂર ખાવાનો આગ્રહ રાખો.

વ્રતનાં દિવસે પોતાને વ્યસ્ત રાખવાની કોશિશ કરો. વ્રતનાં દિવસે તમને ખાવાની યાદ ન આવે તે માટે પોતાને વ્યસ્ત રાખવું જરૂરી બને છે. પરંતુ વ્યસ્ત રાખવા માટે એટલું કામ પણ ન કરો કે જેથી શરીરને થાક લાગે. વ્યસ્ત રહેવા માટે પોતાના પરિવાર અને દોસ્તો સાથે સમય નિકાળો. જેથી તમારો સમય પણ નિકળશે અને થાક પણ નહી નિકળે. રાત્રે જ્યારે તમે વ્રત ખોલશો ત્યારે તુરંત જ વધુ ખોરાક ન લો. કેમ કે પૂરા દિવસ સુધી ભુખ્યા રહેવાને કારણે તમારી તબિયત બગડી શકે છે. પાણી પણ ઓછું જ પીવું અને તુરંત ચા પણ ન પીવી જોઇએ. આ સાવધાનીઓ તમારી ઘણી મદદરૂપ થશે.

હાર્દિક શાહ