loader

Breaking News


Home > Health > શું તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો નિયમિત કરો યોગ


Foto

શું તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો નિયમિત કરો યોગ

July 25, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વાળની સમસ્યા લગભગ ૧૦માંથી ૮ વ્યક્તિઓને સતાવતી હોય છે. આનું કારણ શહેરનું પ્રદુષણ, ધૂળ, ધુમાડો અને દૂષિત ભોજન-પાણી છે. આ સમસ્યાઓને લીધે માંથાથી પગ સુધીની ત્વચા શુષ્ક બની જાય છે.



શુષ્ક ત્વચાથી ખોડો અને વાળ સંબંધિત રોગો થાય છે. તો બીજી તરફ તે ચર્ચ રોગનું પણ કારણ બની શકે છે. જો કે, વાળ ખરવાનું અન્ય એક કારણ પણ છે જે છે તણાવ અને અન્ય માનસિક મુશ્કેલીઓ. આવો જાણીએ યોગ આ બધી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવા માટે કઈ રીતે મદદ કરી શકે છે. શું કરશો સૌથી પહેલા સાબુનો ઉપયોગ બંધ કરી દો અને હળદર, ચણાનો લોટ, શિકાકાઈનું ઉબટન બનાવી તેનાથી વાળ ધોવાના રાખો. આ મિશ્રણનો તમે નાહવા માટે પણ ઉપયોગ કરી શકો છો. પછી દરરોજ નિયમિતરૂપે શરીરની તેલથી માલિશ કરવાનું રાખો. ત્યારબાદ નીચેના યોગાસનો કરો. વજ્રાસન, પવન મુક્તાસન, ઉષ્ટ્રાસન અને શીર્ષાસન કરો ત્યારબાદ પ્રાણાયામમાં નિયમિતરૂપે અનુલોમ-વિલોમનો અભ્યાસ કરો. યોગ પેકેજ પ્રદુષણથી બચો. યૌગિક આહાર જાણો. વજ્રાસન બાદ કુર્માસન કરો અને પછી ઉષ્ટ્રાસન કરો. પવનમુક્તાસન બાદ મત્સ્યાસન કરો અને થોડીવાર વિશ્રામ કર્યા બાદ શીર્ષાસન કરો. આસનો કર્યા બાદ અનુલોમ-વિલોમના પ્રાણાયામ કરો અને પાંચ મિનિટ ધ્યાન ધરો. ઉપરની ક્રિયા નિયમિતપણે તમારા જીવનમાં અપનાવશો તો તમારી વાળ ખરવાની સમસ્યાઓ તો દૂર થશે જ સાથે સાથે શરીરને લગતી અન્ય અનેક સમસ્યાઓ પણ આપોઆપ દૂર થઈ જશે.