loader

Breaking News


Home > Health > શું તમે ઓફિસમાં સળંગ 8 થી 10 કલાક સુધી બેશો છો? જો હા તો આ ટીપ્સ અપનાવો


Foto

શું તમે ઓફિસમાં સળંગ 8 થી 10 કલાક સુધી બેશો છો? જો હા તો આ ટીપ્સ અપનાવો

Feb. 5, 2018, 6:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજની ભાગદૌડભરી દુનિયામાં સ્વાસ્થને લઇને ચિંતિત હોવુ ખુબ જ જરૂરી છે. આજની પેઢી ઓફિસનાં કામમાં એટલી વ્યસ્ત થઇ ગઇ છે કે તે પોતાના સ્વાસ્થ પર પૂરતુ ધ્યાન આપી શકતી નથી. પરંતુ શું તમે જાણો છો કે ઓફિસમાં સતત કામ કરતા બેસી રહેવું તમને ઘણી તકલીફોમાં નાખી શકે છે.





ઓફિસમાં સળંગ 8 થી 10 કલાક સુધી બેસી રહેવુ સામાન્ય વાત થઇ ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબો સમય સીટ પર બેસી રહેવાથી ગળાનાં ભાગમાં દુખાવો, કંમરનો દુખાવો અને લોહ જામ થાય, જેવી સમસ્યાઓ સામાન્ય વાત થઇ ગઇ છે. આ બિમારીઓ લાંભાગાળે હ્રદય રોગ જેવી બિમારીનું કારણ બની શકે છે. જો કે એવા ઘણા ટીપ્સ છે જેની મદદથી તમે પોતાના શરીરને ફીટ રાખી શકો છો.



સૌ પ્રથમ બેસવાની રીતને બરાબર સોજવુ જરૂરી છે. જો તમે ઓફિસમાં સતત 8 થી 10 કલાક બેસીને કામ કરો છો તો સૌ પ્રથમ તમારે બેસવાની રીત સુધારવી પડશે, ખોટી રીતે બેસવાથી દુખાવો તથા લોહીના પરિભ્રમણ અટકી જતુ હોય છે અને ઘણીવાર લોહી જામ થઇ જતુ હોય છે. તમે ખુરશીમાં સીધા બેસી, ગર્દન રિલેક્સ રાખો સાથે તમારા પગ જમીનને અડી રહે તે રીતે ટટ્ટાર બેસો. જો કામ કરતા તમને ગર્દનનાં ભાગે દુખાવો થાય ત્યારે ગર્દનને ધીરે ધીરે આગળ-પાછળ કરો. તે કર્યા બાદ પણ વધુ દુખાવો થાય તો ડૉક્ટરની સલાહ લો. જો તમે કંમરનો દુખાવો થતો હોય તો સીધા બેસી પેટને 10 સેકન્ડ અંદરની તરફ ખેંચીને રોકો. આ કરવાથી પેટનાં સ્નાયુઓ મજબુત બને છે. જો તમે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરો છો તો તમારે તમારી આંખોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. થોડા થોડા સમયે આંખોને ઠંડા પાણીથી ધોવો. આંખોને સતત કોમ્પ્યુટર સ્ક્રીન પર ન રાખો.