loader

Breaking News


Home > Health > શું તમે હેડફોનનો ઉપયોગ વધુ કરો છો? તો જાણો આ ખાસ વાત


Foto

શું તમે હેડફોનનો ઉપયોગ વધુ કરો છો? તો જાણો આ ખાસ વાત

March 20, 2018, 5:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દરેક જગ્યાએ એક નજારો સામાન્ય બની ગયો છે, દરેક વ્યક્તિ પોતાના કાનમાં હેડફોન લગાવી ગીતોની મજા લેતા પોતાના સફરને આનંદમય બનાવી રહ્યા છે. દુનિયાથી અલગ રહી યુવા વર્ગને તમે મોટા હેડફોન સાથે મગ્ન થતા પણ જોઇ શકો છો. આજે આ યુવા વર્ગને આસપાસ શું ચાલી રહ્યુ છે તેમા કોઇ રસ રહ્યો નથી, તેને માત્ર તે પોતે અને તેનુ ગેઝેટ્સ.




ઘણી હોલિવુડની ફિલ્મોમાં આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે ભવિષ્યમાં મશીન માનવજાતિ પર રાજ કરશે. જો આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે મોટા ભાગનાં લોકો મશીનનાં ગુલામ બની ચુક્યા છે. આજનાં યુવા વર્ગે પોતાના લગભગ દરેક કામ માટે મશીનનાં આધીન રહેવુ પડે છે. ખાસ કરીને મુસાફરી દરમિયાન સફરને આસાન બનાવવા આ યુવા વર્ગ કાનમાં હેડફોન લગાવતા હોય છે. જે હેડફોનને પોતાની લાઇફનો ખાસ હિસ્સો બનાવી લીધો છે, તે તમને સમય જતા બહેરા બનાવી શકે છે. દેખવામાં નાનું લાગતુ હેડફોન તમારા કાન સુધી અવાજને તીવ્ર ગતિએ પહોચાડે છે. હેડફોનનાં અવાજ પહોચાડવાની ગતિ એક જેટ પ્લેન કે ખચાખચ ભરેલા ફૂટબોલ સ્ટેડિયમ જેટલી હોય છે. આ પરથી તમે સમજી શકો છો કે તમારા કાનને તે શું નુકસાન પહોચાડી શકે છે. ડૉક્ટરોનું માનવુ છે કે સતત 15 મીનિટથી વધુ લાઉડ સ્પીકર સાંભળવું તમારા કાન માટે નુકસાનકારક છે.

લાઉડ મ્યુઝિકનાં વધુ ઉપયોગથી તમે બહેરા થઇ શકો છો. નેશનલ એકેડમી ઓફ સાયંન્સે પોતાની સ્ટડીમાં જણાવ્યું છે કે, કેવી રીતે લાઉડ મ્યુઝિક તમને બહેરા બનાવી શકે છે. તેમના જણાવ્યાં મુજબ કાનથી તમારા મગજ સુધી ઇલેક્ટ્રિક સિગ્નલ પહોચાડનારા નર્વ સૈલ પર મેલિન શીટ નામની કોટિંગ હોય છે. આ ઇલેક્ટ્રીક સિગ્નલને સૈલની સાથે આગળ વધારવામાં મદદ કરે છે. તમારા કાનની સંભાળ તમારા જ હાથમાં છે. જો તમે 110 ડેસિબલ લેવલથી વધુનો સાઉન્ડ સાંભળો છો તો તેનાથી મેલિન શીટ ફાટી શકે છે, જેનાથી ઇલેક્ટ્રીક સિગ્નલનો ફ્લો પ્રભાવિત થવાનો ખતરો બની જાય છે. જેનો સીધો અર્થ થાય છે કે નર્વ સૈલ કાનથી મગજ સુધી સિગ્નલ પહોચાડવામાં અક્ષમ બની જાય છે. અંતે તમારા કાન બરાબર અવાજ સાંભળવામાં અક્ષમ બની જાય છે. તમારી સતર્કતા તમારા કાનને થતા નુકસાનથી બચાવી શકે છે. ભવિષ્યમાં કાનને નુકસાન ન થાય તેવા પ્રયત્નો આજથી જ શરૂ કરો.