loader

Breaking News


Home > National > જેટલી વખત ધરપકડ કરવી હોય કરી લો પરંતુ ચોકીદાર જ ચોર છે : રાહુલ ગાંધી


Foto

જેટલી વખત ધરપકડ કરવી હોય કરી લો પરંતુ ચોકીદાર જ ચોર છે : રાહુલ ગાંધી

Oct. 26, 2018, 4:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લાંચ કાંડ મામલે ભારે વગોવાઈ ગયેલ CBI વળી કચેરી સામે આજે રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની સાથે સાથે અશોક ગેહલોત, પ્રમોદ તિવારી સહીત અન્ય કોંગ્રેસી નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

લોઘી રોડ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલ ડીલમાં ચોરી કરી છે. પૂરો દેશ તેને સમજી રહ્યો છે. પ્રધાનમંત્રી તેનાથી પીછો નહીં છોડાવી શકે, જેટલી વખત ધરપકડ કરવી હોય તેટલી વખત કરી લો મને કોઈ ફર્ક નથી પડતો. સીબીઆઈ ઓફિસ આગળ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.