loader

Breaking News


Home > Health > શું તમે સુંદર અને જવાન બની રહેવા માંગો છો?, તો અપનાવો આ ટીપ્સ


Foto

શું તમે સુંદર અને જવાન બની રહેવા માંગો છો?, તો અપનાવો આ ટીપ્સ

April 12, 2018, 6:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજનાં સમયમાં લોકો પોતાના લુકને લઇને ઘણા ગંભીર બન્યા છે. દરેક વ્યક્તિ સુંદર અને જવાન રહેવા માટે ઘણુ કરતા હોય છે. જો કે વધતી ઉંમરને કોઇ રોકી શકતુ નથી અને તેની સાથે તમારા લુકમાં ઘણા ફેરફાર થતા હોય છે. જો તમે વધતી ઉંમર સાથે જવાન અને સુંદર દેખાવવા માંગો છો તો તમારે બરાબર માત્રામાં પાણીને પીવુ જોઇએ, સાથે ગરમીમાં બહાર નિકળતા પહેલા સનસ્ક્રીમ લગાવવી જોઇએ, જેથી તમારા ચહેરાની સુંદરતા બની રહે.




દિવસની શરૂઆત સાથે તમારી ચામડીની સુંદરતાની સંભાળ રાખવા માટે ઘરમાં રહેલા ખીરાનો ઉપયોગ કરવો જોઇએ, જે તમારી ચામડીને કોમળ બનાવે છે. ત્યાર બાદ ચામડી અનુસાર આલ્કોહોલિક ફ્રી ટોનર લગાવો. ટોનર તમારા ચહેરાને સાફ કરવામાં ઘણુ મદદરૂપ થઇ શકે છે. આ તમારી ચામડીને મોઇસ્ચરાઇઝિંગ માટે તૈયાર કરે છે. ટોનર બાદ ચહેરા પર હાઇડ્રેટિંગ સીરમ લગાવો. તેના માટે વિટામિન સી, ગ્લિસરીન યુક્ત એક પ્રભાવી અસરદાર સીરમનો ઉપયોગ કરો, જે ચામડીને કોમળ બનાવે છે. જે ચામડીને સાફ રાખવામાં મદદ કરે છે.

જો તમે ધુમ્રપાન કરો છો તો તેને આજે જ બંધ કરી દો, કારણે કે તે સમય જતા તમારી સુંદરતા માટે મોટો ખતરો બની શકે છે. થઇ શકે તો પ્રસેસ્ડ ખાદ્યને ટાળો. તે તમારા હાડકાને નબળા બનાવે છે. હલ્કા સાથે પ્રભાવી ડેલી ફેસ ક્રીમથી ચહેરાને મોઇસ્ચુરાઇઝ કરો. આ ચામડીને નરમ અને તંદુરસ્ત રાખે છે. તમારા જીવનમાં તણાવ તમારી સુંદરતાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેનાથી બચવા માટે ધ્યાન અને પ્રાણાયામ કરો. ચહેરાની વધતી ઉંમર દેખાવવા પાછળ ડિહાઇડ્રેશન ઘણો જવાબદાર છે. તેને દૂર કરવા દિવસ દરમિયાન પાણી પીવાની માત્રાને વધારો. જેથી શરીરમાં પડતી કરચલીઓ દૂર થશે અને ચામડીને ચમક પણ મળશે.