loader

Breaking News


Home > Gujarat > ડૉક્ટરની કામલીલા થઇ વાયરલ, કંમ્પાઉન્ડર પોતે ઉતારતો વીડિયો


Foto

ડૉક્ટરની કામલીલા થઇ વાયરલ, કંમ્પાઉન્ડર પોતે ઉતારતો વીડિયો

June 12, 2018, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : ડૉક્ટરને આપણા દેશમાં ભગવાનનો બીજો અવતાર ગણવામાં આવે છે. એક જીવ આપે છે અને ડૉક્ટર જીવ બચાવે છે. પરંતુ વડોદરામાં થઇ રહેલા કુકર્મે આ કહેવતને ખોંખલી સાબિત કરી દીધી છે. વડોદરમાં એક ડૉક્ટરનો ઘણી મહિલાઓ સાથે કામલીલા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.



સુત્રોનાં જણાવ્યાં અનુસાર આ કામલીલાનો વીડિયો કંમ્પાઉન્ડર ઉતારતો હતો. વડોદરાનાં અનગઢ ગામમાં સેક્સ મેનિયાક ડૉક્ટર પ્રતીક જોષી દ્વારા અમેર મહિલાઓ સાથે આચરવામાં આવતા કેસમાં શહેર પોલીસે કંમ્પાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કરી છે. જેમાં આરોપી કંમ્પાઉન્ડરે સેક્સ મેનિયાક ડોકટરનાં ૧૩૫ જેટલા વીડિયો ઉતાર્યા હતા, જેમાંથી કેટલાક તેણે ડિલીટ પણ કર્યા હતા અને કેટલાક વીડિયો તેણે તેના મિત્રવર્તુળમાં પણ મોકલ્યા હતા. પોલીસે આ સિવાય એક પેન ડ્રાઇવમાંથી પણ ૨૫ જેટલા અન્ય વીડિયો જપ્ત કર્યા છે. તો પોલીસની તપાસમાં, દુષ્કર્મ બાદ વીડિયો ઉતારવાના કેસમાં ગામનાં જ કેટલાક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડૉક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પણ બહાર આવ્યુ છે. જેમાં અનગઢ ગામનાં ઉપ સરપંચની પણ તેમાં ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની તપાસ દરમ્યાન ડૉ.પ્રતીક જોષીનાં ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આ ચકચારીકાંડ બાદ ડૉકટર ભૂગર્ભમાં ઉતરી ગયો હોઇ પોલીસને તેને પકડવા માટે બે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. આગામી દિવસોમાં આ ચકચારભર્યા પ્રકરણમાં હજુ વધુ ધરપકડ થાય તેવી સંભાવના પણ પોલીસે વ્યકત કરી હતી. વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં લપંટ ડૉક્ટર પ્રતીક જોષી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી. નંદેસરી પોલીસ આજે અનગઢ ગામમાં પહોંચી હતી અને ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ જપ્ત કરાયા હતા. આ ઉપરાંત અનગઢ ગામના જ કેટલાક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડૉક્ટર પ્રતીક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે અને તેમાં ગામના ઉપસરપંચની પણ સંડોવણી સામે આવી છે. ઉપસરપંચે ડૉકટરનો રૂ.પાંચ લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો પણ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે કર્યો હતો. પોલીસે ચકચારભર્યા એવા આ કેસમાં વધુ ધરપકડો કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતો બી.એચ.એમ.એસ. ડૉ. પ્રતીક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો. આ ડૉક્ટરે અનગઢ ગામની ૪૦ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાત બહાર આવી હતી. જેમાંથી ૭થી વધુ મહિલા દર્દીઓ સાથેના ૨૫ વીડિયો વાયરલ થયા હતા. જો કે, પોલીસ તપાસમાં ડૉકટરના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓનો આંક તેનાથી પણ ઉપર જાય તેવી સંભાવના છે.