loader

Breaking News


Home > Health > શું તમારા બાળકો કસરત કરવામાં આળસ કરે છે? તો અપનાવો આ ટ્રીક


Foto

શું તમારા બાળકો કસરત કરવામાં આળસ કરે છે? તો અપનાવો આ ટ્રીક

March 13, 2018, 4:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજની આરામદાયક જીવનશૈલીને જોઇ બાળકો કસરત કરવાથી દૂર ભાગતા હોય છે. હવે સમય પણ એવો આવ્યો છે કે બાળકોમાં સ્વાસ્થ્યને લઇને માતા-પિતાની ચિંતામાં વધારો થયો છે. ફિટનેસ સ્વાસ્થ્ય માટે ઘણું મહત્વ ધરાવે છે જો કે તે વાતથી બાળકો અજાણ બની રહ્યા છે. જો તમે પણ તમારા બાળકોને કસરત કરાવવા સાથે ફિટ એન્ડ ફાઇન જોવા માંગો છો તો અપનાવો આ ટ્રીક.
ઘણીવાર ઘરકામ પણ કસરતની ગરજ સારે છે. જ્યારે પણ તમારે રજા હોય ત્યારે સામૂહિક સફાઇનો કાર્યક્રમ રાખો. સામૂહિક સફાઇ કરવાથી બાળકોને સફાઇ અંગેનાં સંસ્કાર તો મળે છે સાથે સાથે તેમનું શારીરિક બાંધો કસરત માટે અનુકૂળ બને છે.


જ્યારે તમને તક મળે ત્યારે તમે સહપરિવાર સ્વીમિંગની મજા પણ માણી શકો છો. સ્વીમિંગ કરવાથી તમારા શરીરને ઘણો શ્રમ મળે છે અને એક અભ્યાસમાં પણ સામે આવ્યુ છે કે, બાળકો સ્વીમિંગ કરવાથી ફિટ એન્ડ ફાઇન રહે છે.

તમારા આસપાસમાં આવેલા પાર્કમાં સહપરિવાર ફરવાની આદત પાડો. જો તમે રોજ ફરી ન શકો તો અઢવાડિયાનાં બેથી ત્રણ દિવસ પસંદ કરો. આ આદત તમારા બાળકને પેટની તકલીફો દૂર રહેવામાં પણ મદદ કરી શકે છે.

બાળકો જે રમતમાં રૂચિ ધરાવતા હોય તે રમતમાં તમે પણ રૂચિ લો. જો તેઓ આઉટડોર ગેમ્સ રમતા હોય તો તેમા ભાગીદાર બનો. બાળકો રમત-રમતમાં ઘણો પરિશ્રમ કરી લે છે અને તે તેમના શારીરિક બાંધા પર સકારાત્મક અસર કરે છે.


આજનાં બાળકો સાઇકલિંગ કરવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે તમે પણ તેની સાથે જોડાઇને કોઇ સુરક્ષિત જગ્યાએ સાઇકલિંગ કરો. રોજ સાઇકલિંગ કરવાથી તમારા પગને કસરત મળે છે. આજે લોકો પગનાં દુખાવાથી ઘણા પીડાતા જોવા મળે છે ત્યારે જો તમે તમારા બાળકને આજથી જ સાઇકલિંગની આદત પાડશો તો ભવિષ્યમાં તેના પગ મજબુત બનશે અને આવનારી બિમારીથી તે દૂર રહેશે.