loader

Breaking News


Home > National > સીતાપુરમાં કુતરાઓનાં ટોળાએ બાળકોને બનાવ્યાં શિકાર, વિપક્ષે સરકારને ઘેરી


Foto

સીતાપુરમાં કુતરાઓનાં ટોળાએ બાળકોને બનાવ્યાં શિકાર, વિપક્ષે સરકારને ઘેરી

May 14, 2018, 10:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉત્તર પ્રદેશનાં સીતાપુર જિલ્લામાં કુતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સ્થાનીકોનાં કહેવા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી અહીં કુતરાઓનું એક ટોળું બાળકો પર હુમલો કરી તેમને પોતાનો શિકાર બનાવી રહ્યુ છે. આ પ્રકારની ઘટના રવિવારે પણ જોવા મળી હતી, જ્યા કુતરાઓનાં ટોળાએ એક 12 વર્ષની બાળકીનો ભોગ લીધો હતો.



સીતાપુરમાં બનેલી ઘટનાને જોતા વિપક્ષે પણ હવે સરકારને ઘેરવાનુ શરૂ કરી દીધુ છે. બાળકીનાં મૌત બાદ વિપક્ષે યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, આ સરકાર અસંવેદનશીલ છે, જેણે ઘટનાની અણદેખી કરી છે. રવિવારે બનેલી ઘટના બાદ પોલીસની તપાસમાં જાણવા મળ્યુ કે, આ ઘટના ખૈરાબાદનાં મહેશપુર ગામની છે. જ્યા મરી ગયેલ બાળકીની ઓળખ પોલીસે કરી દીધી છે. બાળકીનું નામ રીના છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ છેલ્લા 6 મહિનામાં કુતરાનાં હુમલામાં આ 13મી મૌત છે. જો કે રવિવારે બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.