loader

Breaking News


Home > National > ડોકલામ મુદ્દે ચીનની તાકાત સામે ઝૂકી ગયાં સુષ્મા સ્વરાજ : રાહુલ ગાંધી


Foto

ડોકલામ મુદ્દે ચીનની તાકાત સામે ઝૂકી ગયાં સુષ્મા સ્વરાજ : રાહુલ ગાંધી

Aug. 2, 2018, 4:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઇકાલે ડૉકલામ મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને લોકસભામાં નિશાન બનાવ્યા હતા અને તેમને ચીનની સત્તા સામે ઝૂકી જવાનો આરોપ મૂક્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે તે આશ્ચર્યજનક છે કે સુષ્મા સ્વરાજ જેવી મહિલા ચીનની તાકાત સામે ઝૂકી ગયા છે. એક નેતાને સંપૂર્ણ સમર્પણ એટલે સરહદ પર તૈનાત આપણાં બહાદુર સૈનિકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

હકીકતમાં, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે લોકસભામાં જણાવ્યું હતું કે ડોકલામ મુદ્દો પરિપક્વ મુત્સદીગિરીના માધ્યમથી ઉકેલવામાં આવ્યો છે અને ત્યારબાદ સબંધિત ક્ષેત્રમાં યથાસ્થિતિ યથાવત છે. લોકસભા સત્રમાં ટીએમસીના સાંસદે ડોકલામ મુદ્દે સુષ્મા સ્વરાજ ને પ્રશ્ન પૂછ્યો હતો જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ડોકલામ પર યથાસ્થિતિ યથાવત છે. હવે ત્યાં સંઘર્ષ ખતમ થઇ ગયો છે.