loader

Breaking News


Home > Gujarat > કેરીઓની ભારે સંગ્રહખોરીથી ૫ દિવસમાં કેરીની પેટીનાં ડબલ ભાવ


Foto

કેરીઓની ભારે સંગ્રહખોરીથી ૫ દિવસમાં કેરીની પેટીનાં ડબલ ભાવ

June 21, 2018, 1:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં હાલ વરસાદની ઋતુ હજુ શરૂ થઈ નથી ત્યારે અમદાવાદથી લઈને ગુજરાતનાં પાટનગરમાં કેરીઓનું આગમન દોઢ મહીના પહેલાંથી જ થઇ ગયુ હતું. ત્યારે જે કેરીઓ સાડા નવ કીલોની પૈટીઓ ૫૦૦થી ૬૦૦ રૂપિયે મળી હતી તે હવે ૧૨૦૦ રૂપિયા થઈ ગયા છે. અમદાવાદથી લીને શહેરોમાં મોટા વેપારીઓએ વરસાદ ખેંચવાની સાથે સંગ્રહખોરી કરીને માલ ન મળતાં અત્યારે ડબલ ભાવો તરફ તેજીના મંડાણ થયા છે. છૂટકમાં આરામથી ૧૦૦ રૂપિયેવેચાતી કેસર કેરીઓના ભાવે ૧૧૦ રૂપિયે થી લઈને ૧૩૦ રૂપિયે દોઢ કિલોના બદલે કિલો બોલાઈ રહ્યા છે. લીટર પેટ્રોલના ભાવે વેચાતી કેરીઓ હવે ગાંડીતુર બની હોય તેમ છે. ૧૨૦ થી ૧૩૦ના આંક પાર કરી ગઈ છે. પાટનગરમાં અત્યારે જાવા જઈએ તો રોડ, રસ્તા ઉપર ખુમચાઓ, ટ્રેક્ટરો, ગાડાઓ લઈને વેપાર કરતાં વેપારીઓ ગાયબ થઈ ગયા છે.




પાટનગરમાં મીનાબજાર, પોઈન્ટનું સ્પેન્ડ, ધ-રોડ, ચ રોડથી લઈને મુખ્ય એસ.જી. હાઈવે પર ધંધો કરનારા કેરીઓના વેપારીઓ ગાયબ થઈ ગયા હોય તેમ માર્કેટમાં કેરી દેખાતી બંધ થઈ ગઈ છે. અને દેખાય છે તે અઠવાડીયાના પહેલાના ભાવથી ડબલ ભાવે કેરી વહેંચાતા પાટનગરમાં ફક્ત કેરીઓ જાઈને ાટલા ઉંચા ભાવોથી કેરી ખાવાથી દૂર થઈ રહ્યા છે. ૫૦૦થી૬૦૦ રૂપિયે વેચાતી કેરીની પેટીઓ હવે ડબલ ભાવે અને ક્વોલીટીમાં પણ દમ નહીં, ત્યારે કેરીના વેપારીઓ એ ભાવ માર્કેટમાં મોટા ગજાના વેપારીઓએ કોર્ટલ રમી હોવાના સંકેત મળી હ્યા છે. વરસાદ ખેંચાતા મોટા ગજાના વેપારીઓને બખ્ખે બખ્ખા થઈ ગયા છે. ત્યારે રોમ્યાંજ ૫૦ જેટલા પેટી લાવીને વેચતા વેપારીઓ પાટનગરમાંથી ગાયબ થઈ ગયા છે. તેમ રોડ, રસ્તા પર કેરીઓ દેખાતી ઓછી થઈ ગઈ છે.

પાટનગરમાં તમામ મુખ્ય માર્ગો પર વેપલો કરતાં વેપારીઓએ કેરીનો વ્યવસાય છોડીને બીજી ફળફળાદી વેચવામાં શાળપણ સમજીને મોંઘા ભાવના કેરીઓનો માલ ભરવો હવે યોગ્ય ન હોવાનું સમજી રહ્યા છે. વરસાદની રાહ હતી અને વરસાદ આવે એટલે કેરીઓ ખાવાની બંધ થાય ત્યારે ભાવ ખાસ્સા ઘટી જતા હોય છે. શરૂઆતમાં ૮૦૦થી લઈને એક હજારમાં વેચાતી કેરીઓ ૫૦૦ થી ૬૦૦ રૂપિયામાં પેટીઓ મળતી થઈ ગઈ હતી જે આજે ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયામાં પેટીઓ વેચાતા અને કેરીની સંખ્યા પણ ઓછી અને ક્વોલીટીમાં પણ કોઈ કચાશ ન રહેતા વરસાદ પહેલાં જ પાટનગરવાસીઓ જ કેરી ખાવા તથા મોંઘીદાટ લેવાથી દૂર થઈ ગયા છે.