loader

Breaking News


Home > Gujarat > રાજકોટમાં ડો.આંબેડકરની મૂર્તિ ગાયબ, દલિત સમાજનો આક્રોશ: કારના કાચ ફોડ્યા,ચક્કાજામ


Foto

રાજકોટમાં ડો.આંબેડકરની મૂર્તિ ગાયબ, દલિત સમાજનો આક્રોશ: કારના કાચ ફોડ્યા,ચક્કાજામ

April 20, 2018, 12:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર,રાજકોટ:રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો છે. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ છે. તેમજ ભાજપ અને વિજય રૂપાણી હાય હાયના સૂત્રોચ્ચાર,નારા કર્યા હતા. તેમજ પોલીસની હાજરીમાં જ રસ્તા પર પસાર થતી કારના કાચ ફોડવામાં આવતા મામલો ગરમાયો છે. જ્યાં સુધી મૂર્તિ પરત મુકવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા પર જ બેસી રહેવાની દલિત સમાજે ચિમકી ઉચ્ચારી છે. ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઇ છે અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચક્કાજામ વચ્ચે દલિત સમાજના મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ રસ્તા પર રાસ-ગરબા લીધા.

મનપા દ્વારા હટાવાઈ બન્ને મૂર્તિઓ:

નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબની મૂર્તિ આવેલી હતી. જે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મનપા દ્વારા આ મૂર્તિ હટાવ્યાનું જાણવા મળ્યું છે. આ બન્ને મૂર્તિ કોઇ પણ પ્રકારની મંજૂરી વગર મુકવામાં આવી હોવાથી મનપાએ હટાવી છે.

અહીંના રાજનગર અને આસ્થા ચોકમાં મંજૂરી વગર મુકાયેલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને દૂર કરવા માટે ગત મોડીરાત્રે દોઢ વાગ્યે અધિકારીઓને બોલાવી લેવાયા હતા અને તમામના મોબાઇલ જપ્તીમાં લઇ ત્યારબાદ બે ટૂકડીઓ બનાવી હતી. બન્ને ટુકડીઓ સાથે ફાયરબ્રિગેડ, જગ્યા રોકાણ અને ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો સાધન સરંજામ સાથે જોડાયો હતો અને શાંતિપૂર્વક મધરાત્રીના બે થી ત્રણ વચ્ચે બન્ને પ્રતિમાઓને સુરક્ષીત રીતે દૂર કરવામાં આવી હતી.

અહીંના ૧પ૦ ફૂટ રીંગ ઉપરની આસ્થા ચોકડી અને રાજનગર ચોકમાં કોર્પોરેશનના ઠરાવ કે મંજૂરી વિના આંબેડકરજીની મૂર્તિ મૂકાયેલ તે મધરાત બાદ કોર્પોરેશનને ઉપાડી લેતા આ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી સાથે 500-700 લોકો શાંતિપૂર્ણ વિરોધ આંદોલનમાં જોડાયા છે. દરમિયાન સ્થાનિક લોકોએ કોર્પોરેશનને સાંજે પ સુધીમાં આ મૂર્તિઓ પુનઃ સ્થાપન કરવા અલ્ટીમેટમ આપ્યું છે અને નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી આપ્યાનું જાણવા મળે છે.

શહેરના 150 ફૂટ રીંગરોડ ઉપરના પુનિત નગર વિસ્તારમાં લોકોના ટોળાઓ દ્વારા આજે સવારે બીઆરટીએસ બસ રોકવાનો પ્રયાસ કરવામાં આવતા કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચી ગયું હતું અને મામલો થાળે પાડી બીઆરટીએસનો માર્ગ મોકલો કર્યો હતો.