loader

Breaking News


Home > Gujarat > ગુડા ચેરમેન બનવાના સપના રોળાયા, કરોડોના ભ્રષ્ટાચારની વ્યાપક ફરીયાદોથી રૂપાણી સરકારનો બુલંદ નિર્ણય


Foto

ગુડા ચેરમેન બનવાના સપના રોળાયા, કરોડોના ભ્રષ્ટાચારની વ્યાપક ફરીયાદોથી રૂપાણી સરકારનો બુલંદ નિર્ણય

Aug. 30, 2018, 3:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં શહેરી વિકાસ સત્તા મંડળ જે ગ્રામ્યથી શહેરી વિકાસના વિકાસને પ્રધાન્ય આપવા દરેક જિલ્લામાં અમદાવાદ (ઔડા) ભાવનગર (ભુડા) જુનાગઢ (જુડા) રાજકોટ (રૂડા) સુરત (સુડા) તેમ ગાંધીનગરને ગુડા તરીકે શોર્ટમાં નામ આપેલ છે ત્યારે રાજકીય હસ્તીઓ અને રાજકીય કાર્યકરોને શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન બનવાની હોડ લાગી હોય તેમ ઉચ્ચ નેતાઓને ત્યાં આખો દિવસ સલામી ઢોકતા હોય છે. અને મોટા ભાગની સેવાઓ કરવામાં વ્યસ્ત રહેતાં પાર્ટી પક્ષનો ગ્રાફ પ્રજાના કામો કરતાં નેતાઓની ચમચાગીરીમાં રહી જતાં અને આવા શહેરી વિકાસના કામોમાં ભારે કરોડો નો ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ફરીયાદો રાજ્ય સરકારને મળવા પામતાં તથા પ્રજાના પ્રશ્નોને કોઈ ધ્યાન ન આપતાં આખરે રાજ્ય સરકારે કડક અને અસરકારક પગલું ભરીને શહેરી વિકાસના સત્તા મંડળના ચેરમેન બનવા જે હોડ લાગી હતી તેને ઠંડા પાણીએ ખસ્સી કરણ કરીને કાર્યકરોને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કરવા પગલું લીધું હોવાનું સુત્રોમાની રહ્યા છે.

ગુજરાતના આવા સત્તામંડળોમાં ઉચ્ચ કક્ષાએ ઓળખણથી ખાણ હોય તેવા આગેવાનોને ચેરમેન તરીકે નિમણુંક આપતા હોવાનું લોકમુખે ચર્ચાતું હતું. ત્યારે ભાજપમાં સીનીયોરીટી જેવું પહેલાં હતું તે હવે રહ્યું નથી ત્યારે ગાંધીનગરના ગુડાના ચેરમેન બનાવ રીતસરની હોડ લાગી હતી ત્યારે અનેક ભ્રષ્ટાચારની ફરીયાદોના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે નિર્ણય લેવાતા સત્તાધારી ભાજપમાં અને ખાસ જે ચેરમેન પદ માટે લોબીંગ કરતા હતા તેમને મોટો ધ્રાસ્કો પડ્યો છે.

લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના મહીનાઓ બાકી છે અને ભાજપમાં આંતરીક અસંતોષ ચરમસીમાએ છે તે સ્થિતિમાં શહેરી વિકાસ સત્તા મંડળો, મહત્વના બોર્ડ નિગમોમાં પક્ષના મહત્વના આગેવાનોને નીમીને રાજકીય અસંતોષ ઠારવા ગણતરી મુકાતી હતી જા કે આ સમયે જ રાજ્ય સરકારે આ નિર્ણય લેતા ભાજપના વેઈટીંગમાં રહેલા અને ચેરમેન બનવા માટે લોબીંગ કરતાં અગ્રણીઓમાં ફાળ પડી છે. પાર્ટીમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. જે આગામી દિવસોમાં વિરોધનો વંટોળ ભરી આવે છે કે શાંત પડે છે તે સમય બતાવશે. મુખ્યમંત્રી વિજર રૂપાણીએ તેમના નિર્ણયમાં જણાવ્યું છે કે હાલની સ્થિતિએ બહુધા સત્તામંડળોમાં અધ્યક્ષ તરીકે જે તે જિલ્લાના કલેક્ટરો કાર્યભાર સંભાળઈ રહ્યા છે. જિલ્લા નંગના વડા તરીકે કલેક્ટરો મહેસુલી કામગીરીની સાથોસાથ રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તથા સેવાસેતુ જેવા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે તે માટે જિલ્લા કલેક્ટરોને આ જવાબદારીમાંથી મુક્ત કરીને જે તે મહાનગરના મ્યુનિ. કમિશનરોને સત્તામંડળના અધ્યક્ષ તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. પરીણામે હેવથી મુખ્યમંત્રીના નિર્મય અનુસાર ઔડા, ગુડા, વુડા, સુડા, રૂડા, જાડા, બાડા, જુડા જેવા ૮ જેટલા શહેરી વિકાસ સત્તા મંડળોના અધ્યક્ષ તરીકે આ ૮ મનપાના મ્યુનિ. કમિશનોર જ કામ કરશે.