loader

Breaking News


Home > Health > પાણી પીઓ, ચરબી શરીરથી દૂર રાખો, ક્લિક કરી જાણો ઉનાળામાં વધુ પાણી પીવાનાં ફાયદા


Foto

પાણી પીઓ, ચરબી શરીરથી દૂર રાખો, ક્લિક કરી જાણો ઉનાળામાં વધુ પાણી પીવાનાં ફાયદા

May 12, 2018, 3:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : આપણે સહુ જાણીએ છીએ અને ડોક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. કારણ કે પાણી પીવાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમ વધુ પાણી પીવાથી ચહેરાની ત્વચાને ગ્લો મળે છે તે જ રીતે જો દિવસનું આઠેક ગ્લાસ પાણી પીવામાં આવે તો તમે શરીરની વધારાની ચરબીને દૂર રાખી શકો છો.

પાણી કુદરતી રીતે ભૂખ ઓછી કરે છે અને શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરે છે. સંશોધનો કહે છે કે જો પાણી પીવામાં ઘટાડો કરવામાં આવશે તો શરીરમાં ચરબીમાં વધારો થશે અને આનાથી ઉલ્ટું જો વધુ પાણી પીશો તો ચરબી ઓછી થશે.

કઈ રીતે જો તમે પૂરતું પાણી નહીં પીવો તો કિડની સરખી રીતે કાર્ય નહીં કરે. જા તેની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જશે તો તેનો ભાર લિવર પર પડવા લાગશે. લિવરનું સૌથી પાયાનું કાર્ય શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરી શરીર માટે ઊર્જાનું સર્જન કરવાનું છે. પણ જો લિવરે કિડનીનું કાર્ય કરવું પડશે તો પોતાનું આ કાર્ય સરખી રીતે નહીં કરી શકે. પરિણામે બહુ ઓછી ચરબીનું ચયાપચય થશે અને શરીરમાં વધારે પડતી ચરબી સંગ્રહાતા વજન ઓછું થવાની ક્રિયા અટકી જશે.