loader

Breaking News


Home > Health > સિગરેટ પીવાથી શરીરને થઇ શકે છે નુકસાન, આ ફળ ખાવાથી થઇ શકે ભરપાઇ


Foto

સિગરેટ પીવાથી શરીરને થઇ શકે છે નુકસાન, આ ફળ ખાવાથી થઇ શકે ભરપાઇ

Feb. 26, 2018, 5:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પહેલાનાં જમાનામાં લોકોને શારીરિક શ્રમ વધુ રહેતો હોવાના કારણે તે તંબાકુ કે સિગરેટનું વ્યસન કરતા હતા. પરંતુ આજે સિગરેટ એક ફેસન બની ગઇ છે. આજે દેશનાં મોટા ભાગનાં યુવાનો સિગરેટ પીવા તરફ વળ્યા છે, જે તેમના ભવિષ્ય માટે ઘણુ હાનિકારક છે. સિગરેટનું વ્યસન તમારા શરીર માટે ખુબ હાનિકારક છે, આ જાણતા હોવા છતા લોકો અને ખાસ યુવા વર્ગ આ આદતને છોડી શકતુ નથી. જો કે ઘણા લોકો સિગરેટથી થતા નુકસાનને પહોચી વળવા અલગ-અલગ ઉપાય કરતા હોય છે.




વ્યસન એક એવી આદત છે જેને સમય પહેલા બંદ કરવામાં આવે તો તેનાથી થતા નુકસાનની ભરપાઇ કરી શકાય છે. સિગરેટ, તંબાકુ, આલ્કોહોલનાં નિયમિત ઉપયોગથી શરીર સમય પહેલા જ જવાબ આપી દેતુ હોય છે. વધુ પડતી સિગરેટ તમારા ફેંફસાને બગાડી દે છે અને તેને સમય પહેલા બંદ કરવામાં ન આવે તો તે કેંસરનું મુળ કારણ પણ બની શકે છે. ઘણા લોકો સિગરેટનાં વ્યસનને છોડવા માગે છે પણ તે છોડી શકતા નથી, તે લોકો માટે એક ઉપાય છે. જેના નિયમિત ઉપયોગથી તમે સિગરેટનાં નુકસાનથી બચી શકો છો.


આપણી આસપાસ ઘણા ફળ એવા છે કે જેનાં નિયમિત ઉપયોગથી તમે તમારા ફેંફસાને સ્વસ્થ બનાવી શકો છો. જો કે તે પહેલા તમારે સિગરેટને છોડવી આવશ્યક છે. રોજ એક સફરજન અને 2 થી 4 ટામેટા ખાવાથી તમે તમારા ફેંફસાને બચાવી શકો છો. સફરજન અને ટામેટાનાં સેવનથી ફેંફસા સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી શકે છે, આ એક લાંબી પ્રક્રિયા છે પરંતુ આ એક અસરકારક ઉપાય છે. એક રિસર્ચ મુજબ સફરજન અને ટામેટાનું સેવન ત્યારે જ અસરકારક થઇ શકે છે કે જ્યારે તમે સિગરેટ પીવાનું બંદ કરી દો. તો આજે જ સિગરેટનાં વ્યસનને છોડી સારા ભવિષ્યની રચના કરો.

હાર્દિક શાહ