loader

Breaking News


Home > National > દુબઇનો માત્ર 15 વર્ષનો અરબપતિ બાળક જેની લાઇફસ્ટાઇલ જોઇને તમે પણ કહેશો વાહ


Foto

દુબઇનો માત્ર 15 વર્ષનો અરબપતિ બાળક જેની લાઇફસ્ટાઇલ જોઇને તમે પણ કહેશો વાહ

Oct. 11, 2018, 12:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયામાં ઘણા લોકોનું સપનું હોય છે કે જીવનમાં એકવાર તે કોઇ સેલિબ્રિટીજને મળે. સાથે તેવું સપનું પણ હોય છે કે તેમની પાસે બહુ પૈસા હોય અને એશો આરામની જીંદગી જીવી શકે. જો કે તેનાથી બિલકુલ અલગ દુબઇમાં રહેતો એક 15 વર્ષનો બાળક આ ઉંમરમાં તે બધા શોખ પુરા કરી રહ્યો છે જેવા સપના આપણે રોજ જોતા હોઇએ છીએ. તે બાળકનું નામ રાશિદ બેલ્હાસા છે. તે ઘણા બોલીવુડ અને હોલીવુડનાં સેલિબ્રિટીજને મળતો રહે છે અને રોયલ લાઇફ જીવે છે.



રાશિદ બેલ્હાસા દુબઇનો રહેવાસી છે અને તેમને ઘણા લોકો મની કિક્સનાં નામે જાણે છે. દુબઇનાં કંન્સ્ટ્રક્શન બિઝનેસમેન અને અરબપતિ સૈફ અહમદ બેલ્હાસાનાં દિકરા રાશિદની રોયલ લાઇફસ્ટાઇલ બધાને આશ્ચર્યમાં નાખી દે છે. જે ઉંમરમાં બાળકોને વાચવાનુ ટેંશન હોય તે ઉંમરમાં તે દુનિયાભરનાં સેલિબ્રિટીજની સાથે હૈંગ આઉટ કરે છે.

રાશિદ બોલીવુડ સ્ટાર સલમાન ખાનનો બહુ મોટો ફેન છે. સલમાન જ્યારે પણ દુબઇ જાય છે ત્યારે તેને જરૂર મળે છે. ઘણીવાર તો રાશિદ પોતે સલમાન ખાનને મળવા મુંબઇ આવી પહોચે છે. તેણે સલમાન સાથે ઘણા ફોટા પડાવ્યા છે જેને તે સોશિયલ મીડિયામાં શેયર પણ કરી ચુક્યો છે. આ સાથે રાશિદનું મની કિક્સ નામનું યૂટ્યૂબ ચેનલ પણ છે, જેના લાખો સબસ્ક્રાઇબર પણ છે. તે ચેનલ પર રાશિદ પોતાની લાઇફસ્ટાઇલથી જોડાયેલ ઘણા વીડિયોને શેયર પણ કરતો રહેતો હોય છે. આ સાથે તે ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ એક્ટિવ રહે છે.