loader

Breaking News


Home > Gujarat > 50 ટકા શાળાઓ રાજકીય આગેવાનોની હોવાથી સરકારનું એક્શન લેવામાં ભેદી મૌન


Foto

50 ટકા શાળાઓ રાજકીય આગેવાનોની હોવાથી સરકારનું એક્શન લેવામાં ભેદી મૌન

Jan. 10, 2018, 3:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે અને દિવસેને સીવસે વેપારીકરણ હોય તેમ સ્કુલોના ખાનગીકરણને કારણે શિક્ષણ પણ મોંઘુદાટ થતું જાય છે. જેમ તેલિયા રજાઓ સરકારને હંફાવતા હતાં તેમ આજે સ્કુલ સંચાલકોથી લઈને શાળા - કોલેજોના માંધાતાઓ સરકારને હંફાવે છે તેમજ ગાંઠતા પણ નથી. દેશમાં શું આના વિરુદ્ધ આંદોલન, સરઘસ, રેલીઓ થાય ત્યારે વિચારવાનું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. શિક્ષણ નાં નામ લાખો રૂપિયાની લુંટ કરતાં આવા તત્વો સામે સરકાર પણ પાંગળી સાબિત થઇ હોય તેમ ચુપચાપ તમાશો જોઈ રહી છે. સરકારે ભલે ફી ઘટાડવાથી લઈને ફીનાં નિયમો નક્કી કર્યા પણ આ શાળા સંચાલકો સામે તથા વાલીઓને ન્યાય અપાવવા કોઈ રામબાણ અકસીર ઈલાજ થશે કે નહિ તે ચર્ચાનો વિષય છે.

રાજ્ય સરકાર ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ શાળા માંધાતાઓને સીધા કરી શકે તેમ છે પણ ખાટલે મોટી ખોડ હોય તેમ ૫૦ ટકાથી વધારે શાળા - કોલેજો રાજકારણીઓથી પ્રેરિત અને તેમની માલિકીની છે ત્યારે તેરી ભી ચુપ, મેરી ભી ચુપ, લુંટ્યા કરો તેવો ઘાટ આજે ગુજરાતમાં સર્જાયો છે. જુનીયર કેજીથી લઇ સિનીયર કેજીમાં સંચાલકોની ઉઘાડી લુંટ સામે શિક્ષણ વિભાગ પણ ભેદીમૌન ધારણ કરીને બેઠું છે. સરકાર કોઈ એક્શન લેવા તૈયાર નથી બાકી હજારો એકર જમીન સરકાર પાસે છે બનાવો હાઈટેક સરકારી શાળા તો તરત જ આ શિક્ષણ માંધાતાઓની હાટડીઓ ધમધમતી બંધ થઇ જાય. આજે અમદાવાદમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી શાળાઓ બંધ થઇ ગઈ છે ત્યારે એવો સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે જનતાએ ફક્ત ટેક્સ ભરી ભરીને આપવાનો હોય તો સરકારની જવાબદારી શું છે.