loader

Breaking News


Home > National > ખરાબ હવામાનને કારણે બાલટાલ બાદ પહલગામમાં પણ અમરનાથ યાત્રા રોકી દેવાઈ


Foto

ખરાબ હવામાનને કારણે બાલટાલ બાદ પહલગામમાં પણ અમરનાથ યાત્રા રોકી દેવાઈ

July 5, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : અમરનાથ યાત્રા ખરાબ હવામાનને કારણે ગુરુવારે પણ અટકાવવી પડી હતી. આજે પવિત્ર ગુફા બાજુ જનારા બંને માર્ગો બાલટાલ અને પહલગામ ખરાબ રસ્તાને કારણે બંધ કરી દેવામાં આવ્યાં છે. જો કે હેલીકોપ્ટર સેવા ચાલુ છે. આ માહોલ વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બાબા બર્ફાનીનાં દર્શન કરવા પવિત્ર ગુફા જશે.

અમરનાથ ગુફા સુધી જવા માટે બાલટાલ વાળો રસ્તો બુધવારે પણ બંધ હતો. હવે પહલગામ માર્ગ પણ બંધ થવાથી નુનવા બેઝ કેમ્પ પર ત્રણ હજારથી પણ વધુ ભક્તો ફસાયા છે. આ વર્ષની યાત્રા દર્મીય્તન હજુ સુધી ૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રવક્તાનાં જણાવ્યા મુજબ ચાલી રહેલ અમરનાથ યાત્રામાં અત્યાર સુધી ૬૦ હજારથી પણ વધુ યાત્રીઓ પવિત્ર ગુફામાં શિવલિંગનાં દર્શન કરી ચુક્યા છે.