loader

Breaking News


Home > Gujarat > ડે.સી.એમ.ની કટ ટુ સાઇઝ કરવાની અફવાથી બજારમાં ટેકેદારોની ભારે પૂછપરછ


Foto

ડે.સી.એમ.ની કટ ટુ સાઇઝ કરવાની અફવાથી બજારમાં ટેકેદારોની ભારે પૂછપરછ

May 18, 2018, 2:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ સત્તાજ થોડા જાજન દૂર રહ્યું છે. પણ હાલ કર્ણાટકમાં ભાજપનો સૌથી વધારે મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ત્યારે સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કર્ણાટકમાં ચૂંટણી પરીણામ પહેલાં ભાજપનાં કેન્દ્રીય નેતાએ ગુજરાતના પ્રધાન મંડળમાં નવા જુનીના એંધાણ સાંપડી રહ્યા છે. જેમાં સૌતી મહત્વનાં નિર્ણયમાં પટેલ પાવરનાં નીતિન પટેલ પર હથોડા ઝીંકાય તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે. ત્યારે તેમના ટેકેદારો અને આગેવાનોનાં ટોળા પણ સચિવાલયમાં આ ચર્ચાને લઈને પૂછપરછ ભારે કરી રહ્યા છે. ત્યારે ડી.વાય.સીને પૂંછવાની તો કોઈ હિંમત નથી પણ આ કયા બીજા શોર્સથી તપાસ કરી પૂછી રહ્યા છે.લોકમુખે પણ સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ નીતિન પટેલને ડી.વાય.સી.એમ. તરીકે આ સરકારમાં બનાવવામાં આવ્યા હતા. પણ ખાતાની ફાળવણીના કારણે નીતિનભાઈ રીસાતા અને ત્રાંગુ કરવા જતાં આખરે મોવડીમંડળે પણ નમવું પડ્યું હતું. પણ મોવડી મંડળથી ઉપરવટ જતા નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે નારાજ થયા હતા. પડતાં પાટુ પડે તેમ અત્યારે ઉપલા લેવલે નીતિનભાઈ ઉપર મોડવી મંડળમાં પણ નારાજની દેખા રહી છે. તતા ભાજપના બાહુબલી એવા અમીતભાઈનો આદેશ અને સુચનનો અમલ ન થતાં ભારે નારાજગી દેખાઈ રહી ત્યારે આ બધા સમીકરણો ભેગા થતાં નીતિન પટેલે લોકસબામાં ચૂંટણી લડાવવા માટેનું પણ કહેણ કહેવામાં આવ્યું છે. વિજય રૂપાણીને ભાજપના બીગબોસ એવા અમીત શાહના ચારહાથથી આશીર્વાદ છે અને અમીત શાહની પ્રથમ પસંદગી જ વિજય રૂપાણીને બીજીવાર મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આજે અમીત શાહની વિશાવસુ તરીકે તેમની મોટા છાપ છે હા રૂપાણી પોતે કોમનમેન તરીકે તથા પ્રજના કામમાં દોડોદોડી કરે છે. પણ હજુ પ્રજામાં જાઈએ એવો માહોલ ઉભો કરી શક્યા નથી. પ્રધાન મંડળમાં અને સંગઠનમાં ફેરફારની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં હવે ૧૫ વર્ષ પણ રહ્યું નથી. ત્યારે ભાજુપમાં યુવા મોટાં મહિલા મોરચો, તાલુકા, જિલ્લાની બુથ કમીટીને સજીવન કરવા પણ હવે કમર કસવા જેવી છે. ભાજપમાં ૨૨ વર્ષથી એક હથ્થું શાસનથી મોટા ભાગના કાર્યકરોના કામ ન થતાં હોવાની પમ બૂમ પડી રહી છે. વર્ષોથી ભાજપ રહ્યા છે તેમને સાઈડ કરીને નવા નીશાળીઆો હોદ્દાઓ પર કબજા મેળવી લીધો છે. અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમીતશાહની જાહેરાત ક્યાયં યોજાવાની હોય તો ૧ લાખ માણસો ભેંગા કરવા પરસેવો સંગટનને છુટા જાય તેવો છે. નેરન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જે પક્કડ હતી તે હવે ગુ. સરકારમાં મુંખ્ય મંત્રી ડે. સી.એમ. કેપ છી પ્રદેશના નેતાની નથી. હાલ જાવા જઈએ તો તમામ ભાર બાહુબલી અમીત શાહ પોતે ઉપાડીને ફરે છે. ચૂંટણી કાર્યકરો મહેનત કરવાને બદલે ચાય પે ચર્ચા હોય તેમ માની કીટીલીએ અમીતભાઈ છે. કુટી લેશે. ચીંતા નહીં આમ, હવે સ્વર્ણીમ સંકુલમાં પણ કાર્યકરોની ભીડ ઓછી થઈ ગઈ છે. હા, નીતિન પટેલ પોતે પ્રજાના પ્રશ્નોને સાંભળવા સમય કાઢે છે. તેમાં બે મત નથી પણ ડે.સી.એમ. તેમને બનાવ્યા બાદ ખાતાની ફાળવણીના મુદ્દે જે ગાંઠ પડી હતી તે યથાવત રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ડે.સી.એમ. નીતિન પટેલને કડીમાંથી પહેલાં ચૂંટણી લહ્યા હતા અને આ વખતે ચૂંટણી કડીથી લડ્યા હોત તો આશાનીથી જીતી જાત પણ મોવડી મંડળના એક સભ્યે તેમને કટટુ સાઈઝ કરવા મહેસાણાથી ચૂંટણી લડાવી અને લોક મુખે નીતનભાઈ મહેસાણાથી હારશે તેવી ગણતરીઓ મંડાઈ ગઈ હતી. પણ કહેવાય છે કે અણી ચૂક્યો સો વર્ષ જીવે તેવી નીતિનભાઈ પટેલ ચૂંટણી જીતને આવ્યા અને તમની ઈચ્છા સી.એમ.ની હતી પણ ફળી ભૂત ન થતાં ડી.વાય, સી.એમ. તરીકે તેમની નિમણુંક થઈ. ચૂંટણી પહેલાં ચેરમેનોની નિમણુંક ઝડપથી કરવી જરૂરી લાગતાં થોડા જ દિવસોમાં ગંજીફો ચીપાય તો નવાઈ નહીં, નીતિન પટેલને લોકસબાની ચૂંટણી લડાવીને ફરીયાદ કેન્દ્રમાં ભાજપની સરકાર અને તો તેમને મંત્રી મંડળમાં સમાવી શકાય અને કેન્દ્રની તેમની જરૂર હોઈ તેવું કાર્યકરોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી લડશે ? તે પ્રશ્ન છે. ત્યારે મહેસાણાથી ચૂંટણી લડાય તેવા પણ આધારસુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ૨૦૧૯ની ચૂંટણીમાં જે ૨૦૧૪માં ૨૯૬માંથી ૨૬ સીરો સાથે ભાજપે સોગંદખાવા પુરતી ચેક પણ સીટ કોંગ્રેસને જીતવા દીધી ન હતી. તે હવે માહોલ આજે અલગ છે. ભાજપમાં પણ કાર્યકરોની નારાજગી એટલી જ વધી રહી છે.

જે કાર્યકરો જે તે વખતે વોર્ડ, શહેર જિલ્લાના પ્રમુખપદ શોભાવતા હોય તેમા પાછા ડીમોલેશન થઈ ગયા છે. જુના કાર્યકરો આજે ભાજપમાંથી દૂર થયા તેમ યુઝ પ્રો થઈ ગયા હોય તેમ કોઈ તેમને પુંછતું નથી. આવનારો સમયમાં ડી.વાય.સી.એમ. નીતિન પટેલને કહાવે છે કે કેમ ?તે યતાર્થ પ્રશ્ન પ્રજામાં અને કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે. કાર્યકરો નીતિન પટેલની ચીંતા કરતા હોય તેમ ટેલીપોનીકથી લઈને સ્વર્ણીમ સંકુલમાં આ ૨ દિવસથી કામો કરાવવા નહીં પણ નીતન પટેલની ચીંતા સતાવતી હોયતેમ આ વાત અફવા છે કે કેમ તે પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમો કાર્યકર તરીકે નીતિન પટેલ ડી.વાય. સી.એમ. તરીકે ચાલું રહે તેવી માંગણી અમારી બુલંદ રહેશે. ત્યારે નીતિન પટેલના શુભચિંતકો પણ એકયા બીજા સંદેશાઓ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે. મહેસાણા વિધાનસભા નીતિન પટેલ ચૂંટણી લડ્યા ત્યારે ઘણા વિરોધીઓને હતું કે, ઘડો લાડવો થઈ જશે પણ અણી ચુક્યો શો વર્ષ જીવ્યો હોય તેમ નીતિન પટેલ હાલતો પ્રજાના કામોમાં પક્કડ લીધી છે. પણ થોડા જ દિવસોમાં ચહલ પહલના એંધાણ સાપડે તેવી પરિસ્થિતિ જાવા મળે તો નવાઈ નહીં.