loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં દુકાળના ડાકલા સામે નવી ભરતીઓ પર બાધ આવે તેવી શક્યતા : સૂત્રો


Foto

ગુજરાતમાં દુકાળના ડાકલા સામે નવી ભરતીઓ પર બાધ આવે તેવી શક્યતા : સૂત્રો

Aug. 7, 2018, 3 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં ચોમાસું વિલંબિત સાથે મોડામાં મોડુ પણ ત્રાટક્યું નથી. ત્યારે ગરમીનો પારો ઓચિંતો ઉચકાતાં પીવાના પાણી તેમજ ખેતીવાડીક્ષેત્રે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંચન યોજનાઓ કરીને પાણી આવે તો પાણીનું જળસંચન યોજનાઓ કરીને પાણી આવે તો પાણીનું જળ સંચન ભાવ પણ ચોમાસું વિલંબિત થતાં ધંધાઓમાં પણ મંદીના ડાકલાઓ વાગી રહ્યા છે. ત્યારે ગયા અઠવાડીયે મુખ્યમંત્રીએ કેબીનેટ સબ કમીટીની રચના કરી ૩૦ અછત ધરાવતા તાલુકામાં ઘાસચારો અને પાણી પુરવઠો વિશેષરૂપી પ્રબંધ કરવાની સુચના આપી છે.

રાજ્યમાં એક અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદ થયા તો ખેડૂતો માટે રોકડીયા પાકના વાવેતરનો પ્રશ્ન આવીને ઉભો રહે તેમ છે તો રાજ્યોના જળાશયોમાં પાણીનો પુરવઠો પુરતો ન હોવાથી અત્યારથી પાણીની રેશનીંગ લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ છે. ૨૦ જૂનથી વરસાદની શરૂઆત થાય ત્યારે આજે ૭ ઓગસ્ટ સુધઈ કોઈ વરસાદના વાવડ ન મળતાં ધરતીપુત્રોથી લઈને સરકારની પણ ચિંતા વધારા દીધી છે. ત્યારે સરકારમાં આવનારી નવી ભરતીઓમાં પણ બાધ આવી શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આવનારા ભરતીમાં સકરાને પગારોનો તોતીંગ ખર્ચ સામે ભરતીમાં પરીક્ષા લેવાની અને કરોડોનો ખર્ચ પાલવી શકે તેમ નહોવાથી કદાચ નવી ભરતીઓ ઉપર બાધ આવે તેવી શક્યતાઓ સુત્રો જોઈ રહ્યા છે. ત્યારે જીએસટીપછી બજારમાં જાઈએ તેવી ગ્રાહકોની ભીડ દેખાતી નથી અને જે ભરતીઓ આવવાની હતી તે ભરતીઓમાં ૧ વર્ષથી વધારે સમયથી પરીક્ષા લેવામાં આવી નથી ત્યારે સ્પર્ધાત્મક ક્લાસીસોમાં પણ ભારે મંદીના ડાકલાઓ વાગી રહ્યા છે. ત્યારે મંદીમાં અને નવી ભરતીઓ પર પ્રતિબંધથી હજારો નવ યુવાનઓએ જે ભરતીની તૈયારીઓ કરી લીઘી છે તેમને છેવટે વેટ એન્ડ વોચ રહેવું પડેશે.

પાટનગરના અત્યારે ભરતીનું હબ બન્યું હોય તેમ બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા ભરતી ક્લાસીસોનો હવે કદાચ મૃત્યુ ઘંટ વાગે તો નવાઈ નહીં ? ત્યારે ગેરંટી અને વગર ગેરંટીઓના મોટા લેબલો મારીને ખોલેલા ક્લાસીસોના માંધાતાઓની નવી ભરતીઓ પર બાધ આવે તેવી ચર્ચાઓ જતાં ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે નવી ભરતમાં બાધ આવશે તો લાયબ્રેરી, હોટેલો, ભાડે મકાનોમાં ભારે મંદી આવે તેવી શક્યતા જેથઈ ગાંધીનગર જે નવી ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું છે. તે ખાલીખમ થઈ જાય તો નવાઈ નહીં.