loader

Breaking News


Home > Gujarat > યુનિવર્સિટી સેનેટમાં ABVP ની હારનાં ડરને કારણે ઉપરથી આદેશ આવતા ચુંટણી રદ


Foto

યુનિવર્સિટી સેનેટમાં ABVP ની હારનાં ડરને કારણે ઉપરથી આદેશ આવતા ચુંટણી રદ

March 19, 2018, 3:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને વેલ્ફેર ચુંટણીને ગ્રહણ લાગી ગયું હોય તેમ સતત ત્રણ વર્ષથી ચુંટણી યોજાઈ રહી નથી. સતત વિવાદોમાં ઘેરાયેલ રહેતી સેનેટની ચુંટણી આખરે રદ કરી દેવામાં આવી છે. સેનેટ ચુંટણી આગામી ૨૫ માર્ચનાં રોજ યોજાવાની હતી જે હવે નહી યોજાય.

ઉલ્લખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષથી સેનેટ અને વેલ્ફેરની ચુંટણીઓ કોઈને કોઈ બહાને રદ કરી દેવામાં આવે છે. આ બાબતે દર વખતે એક જ કારણ આપવામાં છે કે હોબાળા અને મારામારીનાં બનાવોને બદલે રદ કરવામાં આવે છે. જો કે સુત્રોનાં જણાવ્યા મુજબ ચુંટણી રદ કરવાનું મુખ્ય કારણ અલગ છે. યુનિવર્સિટીની ચુંટણીમાં મુખ્ય પક્ષ તરીકે કોંગ્રેસ સમર્થિત NSUI અને ભાજપ સમર્થિત ABVP નાં લડતાં હોય છે.

યુનિવર્સિટીની ચુંટણીમાં દર વખતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI મેદાન મારી જાય છે તેમજ ભાજપ સમર્થિત ABVP ને હારનો સામનો કરવો પડે છે. આ વખતે પણ NSUI જીતે એવી સંભાવના જોતા ભાજપમાંથી ઉપરના દબાણો લગાવીને ચુંટણી રદ કરી દેવાની ચેષ્ટા કરવામાં આવી છે. જો ચુંટણી યોજાય જ નહિ તો ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP નાલેશીજનક હારમાંથી બચી જાય તેવી શક્યતાઓને જોતા ઉપરથી દબાણ આવતા હંમેશાની માફક આ વખતે પણ સેનેટની ચુંટણી રદ કરી દેવામાં આવી છે.