loader

Breaking News


Home > Gujarat > વધતી વસ્તી અને ઘટતા સ્રોતોની પરિસ્થિતિમાં ડીઝાઇનીંગનું મહત્વ ખુબ વધી જાય છે : સુરેશ પ્રભુ


Foto

વધતી વસ્તી અને ઘટતા સ્રોતોની પરિસ્થિતિમાં ડીઝાઇનીંગનું મહત્વ ખુબ વધી જાય છે : સુરેશ પ્રભુ

March 12, 2018, 2:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે જો કોઈ સ્ટાર્ટ અપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ ક્યા છે તે શોધવું જોઈએ અને તેની આસપાસ વેપાર મોડલ તૈયાર કરવું જોઈએ. ગાંધીનગરના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે વાર્ષિક ઉદ્યમિતા ફેસ્ટ – એમ્પેસરીયો સ્ટાર્ટ અપ સમિટ 2018ને સંબોધન કરી રહ્યા હતા ત્યારે આ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શરુ થનાર દરેક સ્ટાર્ટ અપ ટકી ન શકે. પરંતુ બજારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને, જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય, એવા ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ સફળ થવાની સંભાવના વધી જાય છે. તેમણે જણાવ્યું હતું કે અંત:પ્રેરણાએ જીવનની અત્યંત મહત્વની બાબત છે. પોતાની અંત:કરણથી આવતા વિચારો પર વિશ્વાસ ન કરે એ વ્યક્તિ સફળ થઇ શકતો નથી. આ માટે યુવાન ઉદ્યોગ સાહસિકોને તેમણે સલાહ આપી હતી કે તમારી આંખો ખુલ્લી રાખો, બરાબર વિચારો અને બજારમાં રહેલા એ ગેપ (અવકાશ) ને શોધી કાઢો તથા એ ગેપને પૂરો કરવા માટે વેપાર મોડલ તૈયાર કરો.

આ પ્રસંગે સુરેશ પ્રભુએ એ MSME રીસર્ચ બ્લોકનું ખાતમુહુર્ત કર્યું હતું તથા EDII ના વિદ્યાર્થીઓની સફળતા વર્ણવતી કોફી ટેબલ બુક અને ગ્લોબલ આન્ત્રપ્રીન્યોરશીપ મોનીટર (GEM) ઇન્ડિયા રીપોર્ટ 2016-17 નું વિમોચન કર્યું હતું.