loader

Breaking News


Home > National > કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની ભયાનક સ્થિતિ, મૃત્યુઆંક 27 ને પાર


Foto

કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની ભયાનક સ્થિતિ, મૃત્યુઆંક 27 ને પાર

Aug. 10, 2018, 5:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ : કેરળમાં જળ તાંડવની સ્થિતિના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવોમાં મોતનો આંકડો વધીને હવે ૨૭ ઉપર પહોંચી ગયો છે. કોચીમાંથી ૨૫૦૦ સહિત અન્ય વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ૫૦૦થી વધારે રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને રાખવામાં આવ્યા છે.

પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતિ છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે.