loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી, પોલીસ ચેકિંગનાં નામે નાગરિકોને હેરાનગતિ


Foto

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી, પોલીસ ચેકિંગનાં નામે નાગરિકોને હેરાનગતિ

March 19, 2018, 2:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક હદે કથળતી જાય છે જેના કારણે અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગે છે. ગુજરાતમાં ખાસ કરીને આર્થિક પાટનગર ગણાતાં અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આ ગુનાખોરી એટલી હદે વધી રહી છે કે લોકો હવે કંટાળીને ગુજરાતની સરખામણી યુ.પી બિહાર સાથે કરવા લાગ્યા છે.

બે દિવસ અગાઉ ઇન્કમટેક્સ બસ સ્ટેન્ડ આગળ ઉભેલા આંગડીયા કર્મચારીની લુંટના ઈરાદે સરાજાહેર ગોળી મારીને હત્યા કરીદેવામાં આવી હતી. ગૂજરાત વિદ્યાપીઠ પાસે શુક્રવારે લૂંટારાઓએ ગોળીબાર કરીને અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઇ પટેલની હત્યા કરી લાખોની કિંમતના પાર્સલોની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ હત્યાઓને હજુ પોલીસ શોધી શકી નથી.

બીજી તરફ ચેઈન સ્નેચિંગ, અપહરણ અને ઘરફોડ ચોરીના બનાવો પણ અસંખ્ય રીતે વધી ગયા છે જો કે પોલીસ કે ગૃહ ખાતાને આ બનાવોની માહિતી જ નાં હોય તેમ આગળ કોઈ કડક કાર્યવાહી કરવામાં અઆવી રહી નથી. રાજ્યમાં કાયદો અને વુવ્સ્થાની પાછળ યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે ત્યાંના અસામાજિક તત્વો પર વધારેલી ધોંસ પણ જવાબદાર ગણાય છે. જેને કારણે ત્યાંના ગુંડાઓ અહી આવીને ઉત્પાત મચાવવા લાગ્યા છે.

સામાન્ય લોકોમાં થતી ચર્ચા મુજબ યુપી સરકાર ગુનેગારો પર એક વર્ષની અંદર કડક હાથે આ પ્રકારની કાર્યવાહી કરી સકતી હોય તો ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં બેસેલી ભાજપ સરકાર કેમ ગુનેગારો પ્રત્યે સખ્ત વલણ દાખવતી નથી ? વધુમાં આ પ્રકારનો કિસ્સો બને એટલે પોલીસ ચેકિંગનાં બહાને નિર્દોષ નાગરિકોને હેરાન કરવાનું શરુ કરી દે છે. ગુનેગારો સુધી પહોંચવામાં નિષ્ફળ પોલીસખાતું નિર્દોષ નાગરિકો પર ખાખીનો રોફ મારતી જોવા મળે છે ત્યારે સરકાર પણ આંખ આડા કાન કરીને તમાશો જોઈ રહી છે.