loader

Breaking News


Home > National > સસ્તામાં ડેટા પ્લાન મળવાને કારણે પોર્ન જોનારા લોકોમાં થઇ રહ્યો છે વધારો


Foto

સસ્તામાં ડેટા પ્લાન મળવાને કારણે પોર્ન જોનારા લોકોમાં થઇ રહ્યો છે વધારો

July 23, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : છેલ્લા બે દશકથી એડલ્ટ ઇન્ડસ્ટ્રીને વિડિયો ફોર્મેટ, વેબ સર્ચિંગ અને ચેટરુમ જેવી કન્ઝ્યુમર ટેકનોલોજીમાં ઇનોવેશનને વૈશ્વિક સ્તર પર મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની ક્રેડિટ આપવામાં આવે છે. સતત લાંબી થઇ રહેલી આ યાદીમાં હવે મોબાઇલ ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હકીકતમાં મોબાઇલ ઉપર પોર્ન નિહાળવાનો આંકડો ખુબ ઝડપથી વધ્યો છે. કારણ કે દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ડેટાનો ખર્ચ ખુબ નીચે પહોંચી ગયો છે.



વિડિયો વ્યુવરશીપ ઉપર નજર રાખનાર સંસ્થા વિડુલીનાં અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ગળાકાપ સ્પર્ધાનાં પરિણામ સ્વરુપે છેલ્લા વર્ષનાં બીજા ત્રિમાસિક ગાળામાં ડેટા દરમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે એડલ્ટ કન્ટેન્ટ નિહાળનારમાં ૭૫ ટકાનો વધારો થયો છે. વિડુલીનાં આ અભ્યાસના આંકડા ઉપલબ્ધ થયા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી છે. ભારતીય ટેલિકોમ સેક્ટરમાં છેલ્લા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એન્ટ્રી કરનાર રિલાયન્સ જીઓની આક્રંમક પ્રોસેસીંગ અને કિંમતોનાં લીધે ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર જેવી કંપનીઓને ડેટા દરમાં ભારે ઘટાડો કરવાની ફરજ પડી છે. આના પરિણામ સ્વરૂપે ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં પોર્ન નિહાળવાની સંખ્યામાં વધારો થયો છે. વિડુલીનાં આંકડા દર્શાવે છે કે, લોકો વિડિયો ડાઉનલોડ કરવાની જગ્યાએ ઓનલાઇન નિહાળવાનું પસંદ કરે છે. એક સમય એવો પણ આવ્યો છે જ્યારે માર્ચનાં અંતિમ તબક્કામાં ડેટાનો ઉપયોગ આશરે ૧૩ અબજ જીબી સુધી પહોંચી ગયો છે. દેશમાં ઓનલાઈન એડલ્ટ વિડિયો નિહાળવાની પ્રથા ૭૫ ટકા વધી છે. આ મુદ્દો આવતા સમયમાં દેશનો એક ગંભીર મુદ્દો બને તો કોઇ નવાઇ નહી.