loader

Breaking News


Home > National > નીપાહ વાઈરસને પગલે કાલીકટ યુનિવર્સીટી બંધ, ઓસ્ટ્રેલિયાથી દવા મંગાવાઈ


Foto

નીપાહ વાઈરસને પગલે કાલીકટ યુનિવર્સીટી બંધ, ઓસ્ટ્રેલિયાથી દવા મંગાવાઈ

May 25, 2018, 2:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરલ : નીપાહ વાઈરસ હવે કેરલ બાદ કર્ણાટકમાં પણ ફેલાઈ ગયો છે. કર્ણાટકનાં મેંગલોરમાં નીપાહ વાઈરસથી પીડિત બે દર્દીઓ મળી આવ્યાં છે. જેમાંથી એક વ્યક્તિએ નીપાહ પીડિત દર્દી સાથે મુલાકાત કરી હતી. બીજી બાજુ કોઝીકોડની કાલીકટ યુનિવર્સીટી બંધ કરી દેવામાં આવી છે તેમજ અહી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત કોચિંગ કલાસીસ તેમજ પબ્લિક મીટીંગ ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. એક નર્સિંગ સ્ટુડન્ટમાં પણ નીપાહ વાઈરસ જોવા મળ્યો છે તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. નીપાહ વાઈરસ સામે લડવા માટે ભારત સરકારે ઓસ્ટ્રેલિયા પાસે પણ મદદ માંગી છે. ઓસ્ટ્રેલિયા પાસેથી મોનોક્લોનલ એન્ટીબોડીઝ માંગવામાં આવી છે.